આપણું ગુજરાત

સોમનાથ મંદિરથી સૌથી વધુ નફરત કરતાં હતા પંડિત નહેરૂ, ભાજપે પત્ર શેર કરીને કર્યો દાવો…

નવી દિલ્હી : ગુજરાતના સોમનાથ મંદિરની પીએમ મોદીની મુલાકાત પૂર્વે ભાજપે દાવો કર્યો કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેના જીર્ણોદ્ધારનો વિરોધ કર્યો હતો. આ અંગે ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે નહેરુએ પાકિસ્તાનની ખુશામત કરવા મંદિરના ઇતિહાસને નકાર્યો હતો. તેમજ તત્કાલીન રાષ્ટ્રપતિને તેના ઉદઘાટન સમારોહ જતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાનના વડાપ્રધાનને લખાયેલો એક પત્ર શેર કર્યો

ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે, મહમૂદ ગઝનવી અને અલાઉદ્દીન ખિલજી જેવા આક્રમણકારોએ ફક્ત ભૌતિક રીતે મંદિર લૂંટ્યું હતું.પરંતુ પંડિત નેહરુને ભગવાન સોમનાથ પ્રત્યે સૌથી વધુ ધૃણા હતી. આ અંગે તેમણે એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, પંડિત નેહરુ દ્વારા પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાનને લખાયેલો એક પત્ર શેર કર્યો. ત્રિવેદીએ દાવો કર્યો હતો કે આ પત્રમાં નેહરુએ ખાનને પ્રિય નવાબઝાદા તરીકે સંબોધ્યા હતા અને સોમનાથ દરવાજાઓની દંતકથાને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી.

આ પણ વાંચો…PM Modi શનિવારે સોમનાથની મુલાકાતેઃ 1,000 વર્ષના ઈતિહાસ અને સ્વાભિમાન પર્વની ઉજવણી…

આ પત્ર એક પ્રકારનું આત્મસમર્પણ હતું

ભાજપ નેતાનો તર્ક છે આ પત્ર એક પ્રકારનું આત્મસમર્પણ હતું. જેના દ્વારા એ સંકેત મળે છે કે પંડિત નહેરુ ભારતની મહાન વિરાસતનું રક્ષણ કરવામાં બદલે મંદિરના જીર્ણોદ્ધારને ઓછું મહત્વ આપ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનના દુષ્પ્રચારનો વિરોધ કરવાના બદલે તેમણે પાકિસ્તાનને ખુશ કરવા માટે હિન્દુ ઐતિહાસિક પ્રતીકોનું મૂલ્ય ઓછું આંકયું.

જીર્ણોદ્ધારમાં સામેલ ન થવા સલાહ આપી હતી

આ ઉપરાંત સુધાંશું ત્રિવેદી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો પૂર્ણપણે વિરોધ કર્યો હતો. તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને મંત્રીમંડળના સહયોગીઓને પત્ર લખી મંદિરના પુનઃનિર્માણની આવશ્યકતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા અને તેના જીર્ણોદ્ધારમાં સામેલ ન થવા સલાહ આપી હતી.

આ પણ વાંચો…“સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન” સોમનાથ પર ગઝનવી આક્રમણના 1000 વર્ષ પર પીએમ મોદીનો બ્લોગ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button