ભારતે નવ વર્ષમાં પ્રોડ્યુસર તરીકેનીઓળખ પ્રસ્થાપિત કરી છે: રાજીવ ચંદ્રશેખર
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૩ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: એક સમયે ક્ધઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે એવું કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું.
ગાંધીનગરમાં એકિઝબિશન સેન્ટર ખાતે યોજાઇ રહેલી સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩ના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા પ્રારંભ અવસરે સંબોધન કરતા રાજીવ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે, આઝાદી બાદ ભારતના ઇતિહાસમાં અત્યારે સૌથી સુવર્ણ અને ઐતિહાસિક સમય ચાલી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટાઇઝેશન અને ટેકનોલોજીને વિશેષ મહત્ત્વ આપ્યું છે.
જેના પરિણામે વર્ષ ૨૦૧૪થી દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમ અને ડિજિટલ ઈકો સિસ્ટમ સતત પ્રગતિ કરી રહી છે.
એક સમયે ક્ધઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા ૯ વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા ભારતની અર્થવ્યવસ્થા માત્ર ત્રણ-ચાર ક્ષેત્રોથી પ્રભાવિત હતી, હવે દરેક ક્ષેત્રો દેશની અર્થ વ્યવસ્થા વિકસાવવામાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ભારત આજે વિશ્ર્વની સૌથી વધુ ઝડપે વિકસી રહેલી અર્થ વ્યવસ્થા બની છે. આ દાયકો દેશમાં ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિનો દાયકો છે. વર્ષ-૨૦૨૬ સુધીમાં ભારતની જીડીપીનો પાંચમો હિસ્સો ડિજિટલ અર્થવ્યવસ્થાનો હશે.
પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજી ક્ષેત્રમાં અનેકવિધ તકો ઉપલબ્ધ બની છે એટલે જ આ સમય સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટેનો શ્રેષ્ઠ સમય છે.
તેમણે કહ્યું હતું કે દેશનો આગામી ડિકેડ એ ટેકેડ તરીકે ઓળખાશે એમ કહી તેમણે કહ્યું કે, આવનાર દશકો ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ક્રાંતિ લાવશે. જેના થકી સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્ર સફળતાના નવા શિખરો સર કરશે.