આંદોલનની મોસમમાં સહાયક અધ્યાપકોનો વધારો…
આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર ભરમાંથી સહાયક અધ્યાપકો આવેદનપત્ર આપવા માટે કુલપતિ પાસે પહોંચ્યા હતા અને ભેગા થઈ ન્યાયની માગણી સાથે નારા લગાવ્યા હતા.
વધુ લાયકાત ઓછા પગારના નારા સાથે સૌ.યુનિ અધ્યાપકો દ્વારા સૌ.યુનિ ખાતે પગાર વધારો કરોના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો,જો અધ્યાપકોની માંગણી 29 તારીખ સુધીમાં નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગુજરાત ભરમાંથી પ્રાધ્યાપકો પહોંચી અને ધરણાનો કાર્યક્રમ આપશે. દરેક ક્ષેત્રમાં પગાર વધારો આપે છે તો અધ્યાપકોને શા માટે નહીં સાધમાં પગાર પંચમાં 20 ટકા વધારો કર્યો છે તો તેમને પણ સાતમા પગાર પંચમાં 57 700 ના 20% નો વધારો આપવો જોઈએ તેવી માગણી સાથે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી વિગેરેને પોસ્ટકાર્ડ દ્વારા જાગૃત કરવાનો નવતર પ્રયત્ન કર્યો છે.
કાયદાકીય રીતે કદાચ તમને માગણી સાચી લાગે પરંતુ દિવસે દિવસે શિક્ષણનું સ્તર નીચે જતું જાય છે તે અંગે પણ પ્રાધ્યાપકોએ આત્મા મંથન કરી નકર પરિણામ લાવવું જોઈએ. આવું આંદોલન કરતાં પ્રાધ્યાપકોને જોઈ લોકો ચર્ચી રહ્યા હતા.