Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું | મુંબઈ સમાચાર

Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું

અમદાવાદઃ સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થાય એટલે બજારમાં તમામ શાકભાજીની મોટા પાયે આવક થતાં ભાવ ઘટી જાય છે. શિયાળામાં શાકભાજી સસ્તા ભાવે મળતા હોય છે પરંતુ આ વખતે તેમ થયું નથી. હાલ શાકભાજીના ભાવ આસમાને હોવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

શાકભાજીના ભાવ ન ઘટવાનું શું છે કારણ
સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં શાકભાજીની આવક વધે છે. જેના કારણે તમામ શાકભાજીના ભાવ ઘટે છે પરંતુ આ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા કમોસમી વરસાદથી ઉત્પાદનમાં મોડું થયું હતું. તેમજ હાલ લગ્ન સીઝન ચાલી રહી છે. તેથી શાકભાજીની માંગમાં વધારો થયો છે. હાલ બજારમાં તમામ મળતાં તમામ શાકભાજીના પ્રતિ કિલોનો ભાવ 50 લઈ 150 રૂપિયા પ્રતિ કિલો છે. જેના કારણે મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. 14 ડિસેમ્બરે કમૂરતા બેસી ગયા બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો…ગુજરાત ભાજપમાં શોકનો માહોલ, એક જ દિવસમાં બે નેતાના મૃત્યુ

આ વર્ષે છેક નવેમ્બર સુધી વિવિધ રાજ્યોમાં વરસાદ શરૂ રહ્યો હતો. જેના કારણે ત્યાંથી આવતાં ડુંગળી, બટાટા સહિત અન્ય શાકભાજીનો પાક પૂરેપૂરો તૈયાર નથી થયો. 15 દિવસ બાદ આ રાજ્યોમાંથી શાકભાજીની નવી આવક શરૂ થશે ત્યાર બાદ ભાવ ઘટવાની શક્યતા છે.

સંબંધિત લેખો

Back to top button