આપણું ગુજરાત

વાયર કેબલ કંપનીની ઘણી કચેરીઓ પર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ વાયર કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઈન્ડિયા કંપની પર આવકવેરા ખાતાએ દરોડા પાડયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગલભગ 50 સ્થાનો પર ઈન્કમ-ટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કંપનીની ઓફિસ અને તેના ડિરેક્ટર્સના નિવાસસ્થાનો પણ દરોડા પડ્યા હોવાની માહિતીએ ખળભળાટ મચાવ્યો છે.

દરોડા અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારે વાયર અને કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઈન્ડિયા કંપનીની ઓફિસો પર ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક રાજ્યોમાં 40થી 50 જગ્યા ઉપર એક સાથે દરોડા પડ્યા છે.


ગુજરાત અંગે મળતી માહિતી અનુસાર પોલીકેબ હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સકંજામાં આવી છે. આ સાથે દમણમાં પણ ઇન્કમ ટેક્સ ત્રાટક્યું હોવાની વિગતો બહાર આવી છે. તેમજ કંપનીના ડાયરેક્ટરોના ઘરે તેમજ ઓફિસો પર દરોડા પડ્યા છે. એટલું જ નહીં, ગુજરાતના એક ઉચ્ચ અધિકારીનું પણ કંપની સાથે કનેક્શન હોવાની ચર્ચા શરૂ થઈ છે.


કંપનીના દેશભરમાં 23 જગ્યા પર પ્રોડોક્શન અને ઉત્પાદન કરતા એકમો ધરાવે છે. જ્યારે 15 થી વધુ ઓફિસો અને 25થી વધુ વેરહાઉસ આવેલા છે હોવાની માહિતી મળી છે. છેલ્લા લાંબા સમયથી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ રીતે એકસાથે ત્રાટકી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button