આપણું ગુજરાત

ગાંધીનગરમાં જાણીતા બિલ્ડર જૂથ પર ૨૭ સ્થળો પર આવકવેરાના દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વધુ એક વાર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરના બિલ્ડર આઈટીના ટાર્ગેટ પર આવ્યા છે. ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરોડાથી ગાંધીનગરની બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના બિલ્ડરો ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. જાણીતા બિલ્ડર ગ્રૂપના પર દરોડા પડ્યા. સેક્ટર ૮, સરગાસણ અને પીડીપીયુ રોડ ઉપર આવેલી ઓફિસ અને નિવાસસ્થાન પર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. એક સાથે ૨૭ સ્થળો પર આઈટીના દરોડા પડ્યા છે. જાણીતા બિલ્ડર ગ્રૂપ પર ઈન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે. બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં હાલ મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ આઈટીના દરોડાથી ગાંધીનગરના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. સેક્ટર ૮, સેક્ટર ૨૧, સરગાસણ, પીડીપીયુ રોડ પર તપાસ ચાલી રહી હતી. બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ઈન્કમટેક્સ વિભાગના ૧૦૦થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. આ તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળવાની શક્યતા છે. જાણીતા બિલ્ડર ગ્રૂપ ઉપર ઇન્કમટેક્સની રેડ પડતા જ ગાંધીનગરમાં ડરનો માહોલ છવાયો છે. બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને દરોડા પડતા આખી બિલ્ડર લોબી આકુળવ્યાકુળ બની છે. કારણ કે, આ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. બીજી તરફ, વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આવકવેરા વિભાગની સતત બીજા દિવસે સર્ચની કામગીરી ચાલી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા ગત વહેલી સવારથી વોર્ડ વિઝાર્ડના સીએમડી યતીન ગુપ્તેના નિવાસસ્થાન સહિત કંપની, હૉસ્પિટલો, પ્લાન્ટ પર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગ દ્ધારા વોર્ડ વિઝાર્ડ કંપનીના હિસાબોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા મહત્વના દસ્તાવેજી પુરાવા અને કોમ્પ્યુટર, હિસાબી રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. આવકવેરાના દરોડાના પગલે વોર્ડ વિઝાર્ડ કંપનીના શેર ૭.૪૯ ટકા જેટલો તૂટ્યો છે. વોર્ડ વિઝાર્ડ મેડિકલ, હેલ્થકેર, મનોરંજન, ફૂડ તેમજ ઇવેન્ટ મેન્જમેન્ટમાં પણ સક્રિય છે. તેમજ વોર્ડ વિઝાર્ડના સીએમડી યતીન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button