રાજકોટની બિલ્ડર લોબીને ધમરોળતું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ
આજ સવારથી જ રાજકોટ ખાતે ત્રણથી ચાર પેઢીઓને 200 થી વધારે ઉચ્ચ અધિકારીઓ સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સર્ચની કામગીરી શરૂ કરી છે.
અત્યાર સુધી ના સર્ચ રિપોર્ટ પરથી સૂત્રોના જણાવ્યા અનુસાર બહુ મોટી બેનામી રકમનાં વ્યવહારો ખૂલે તેમ છે.
શહેરના મોટા ગ્રુપ એટલે કે બિલ્ડર દિલીપ લાડાણી, ઓરબીટ ગ્રુપ, વર્ધમાન બિલ્ડર, ઉપરાંત પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ ત્રણથી ચાર મોટી ટીમ બનાવી અને તપાસ શરૂ કરી દીધી છે.
40 માળની ઇમારત રાજકોટમાં બનવાની શરૂ થઈ અને ત્યાંથી નજર આવ્યા લાડાણી ગ્રુપના દિલીપ લાડાણી, દાનુભા જાડેજા અર્જુન જાડેજા, મયુર રાદડિયા, ફાઇનાન્સર મહિપતસિંહ જાડેજા. આ ઉપરાંત ઓરબીટ ગ્રુપના વિનસ પટેલ જેના ઘર તથા ઓફિસ વગેરે સ્થળોએ તપાસ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લોકસભાના ઇલેક્શન પહેલા આવું મેગા સર્ચ લોકોમાં કુતુહલ અને વિચાર વમળ ઊભા કરે છે.
ઇન્વેસ્ટિંગ રિંગના કમિશનર ટ્રોપસીંગ મીના, આદર્શ તિવારી સહિત અધિકારીઓએ જામનગર રાજકોટ જુનાગઢ અમદાવાદ સહિતના અધિકારીઓની ટીમ બનાવી લગભગ 200 ના કાફલા સાથે સર્ચ ઓપરેશન શરૂ કરેલ છે.
વોકાર્ડ હોસ્પિટલ પાસે આવેલું નિવાસસ્થાન મહુડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી ઓફિસ વિગેરે સ્થળોએ સર્ચ કરી અને ડિજિટલ ડોક્યુમેન્ટ ઉપરાંત ફિઝિકલ ડેટા પણ સીઝ કરવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બહુ મોટા આંકડામાં બેનામી વ્યવહારો બહાર આવે તો નવાઈ નહીં.
રાજકોટના આ ત્રણથી ચાર ગ્રુપમાં ઇન્કમટેક્સ સર્ચ થવાથી અન્ય લોબીમાં પણ ફાફડાટ ફેલાઈ ગયો છે.