Rajkot ના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 1.20 લાખ કટ્ટાની આવક, ભાવ ઘટવાનો આશાવાદ
રાજકોટઃ રાજકોટના(Rajkot)ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી(Onion)અને મગફળની આવક વધી રહી છે. જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેમાં યાર્ડના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જણસીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી બંને જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી 900
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થઈ હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી 900 સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 800 થી 1200 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.
Also Read – આ તારીખથી ગુજરાત મહારાષ્ટ્રમાં પડશે ઠંડી! હવામાન વિભાગે કરી આગાહી…
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેનએ જણાવ્યું હતું સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જેમકે રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા માટે આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલ રહે છે.
Also Read – ગુજરાતનાં આ પ્રાચીન શહેરને આધુનિકતાનો ઓપ; સ્માર્ટ સિટી મિશન હેઠળ કાયાપલટ
ડુંગળીના ભાવમાં આગામી દિવસોમા ઘટાડો નોંધાશે
બીજી તરફ ડુંગળી અને મગફળીની પુષ્કળ આવકને પગલે જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી જતા બંને જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે. ત્યારે ડુંગળીની આવક પુષ્કળ માત્રામાં થતા આગામી દિવસોમા ભાવમાં ઘટાડો નોંધાશે. હાલ છુટક બજારમાં ડુંગળી 50થી 70ની વચ્ચે વેચાઈ રહી છે.