આપણું ગુજરાત

સુરતમાં વ્યસ્ત રોડ પર ૩૮ કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરનું સી આર પાટીલના હસ્તે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વાહન ચાલકોની સતત અવર-જવર વચ્ચે વ્યસ્ત રહેતા સુરતના ભાઠેના-પર્વત પાટિયા રોડ ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૩૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ટૂ બાય ટૂ લેન ફ્લાયઓવર બ્રિજનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બ્રિજ શરૂ થતાની સાથે વાહન ચાલકોને ભારે ટ્રાફિક જામની સમસ્યામાંથી મોટી રાહત મળી રહેવાની વકી છે. ઉલ્લેખનિય છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજની લંબાઈ ૫૮૦ મીટર છે. ભાઠેનાથી પર્વત પાટિયા અને પર્વત પાટિયાથી ભાઠેના તરફ એમ બે લેનનો આ બ્રિજ જાહેર જનતા માટે ગુરુવારથી ખુલ્લો મુકાયો હતો.
સુરત શહેરની બ્રિજ સિટી તરીકે પણ પોતાની એક આગવી ઓળખ છે ત્યારે શહેરીજનોની સુખાકારી અને ટ્રાફિક જામ મુક્તની નેમ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તરોત્તર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વધુ એક બ્રિજ ઉમેરાયો હતો. સુરતના ભાઠેનાથી પર્વત પાટિયા અને પર્વત પાટિયાથી ભાઠેના તરફના માર્ગ ઉપર રોજબરોજ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
અહીં ધંધા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ આવેલા હોવાથી વાહનોના આવાગમનમાં પણ વધારો થયો છે. જેના પરિણામે અહીં દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જે ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત અપાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૩૮ કરોડના ખર્ચે ભાઠેનાથી પર્વત પાટિયા અને પર્વત પાટિયાથી ભાઠેના તરફના માર્ગ પર ટૂ બાય ટૂ લેનનો ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બંને તરફની લંબાઈ ૧૧૬૦ મીટર છે. આ બ્રિજ માત્ર ૨૪ માસની અંદર તૈયાર કરવામાં આવ્યો છે.
બ્રિજના લોકાર્પણ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરત શહેર એ બ્રિજ સિટી તરીકે જાણીતું થયું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની તરીકેની એક આગવી ઓળખ બની છે.
દેશ અને દુનિયામાં સૌથી વધુ બ્રિજ સુરત શહેરમાં છે. શહેરમાં આજે ૧૨૧ બ્રિજની સંખ્યા સાથે દેશ અને દુનિયામાં સુરત શહેર પ્રથમ ક્રમે છે. લોકોની સગવડતા અને ટ્રાફિકજામની સમસ્યા ના થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોનું સુખાકારી માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે. શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા પણ મહાનગરપાલિકાને ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે. જે રીતે શહેરનો વિકાસ ઝડપથી વધી રહ્યો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button