રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કલેકટરનાં અંગત માણસ તરીકે ઓળખ આપી ગઠિયો કળા કરી ગયો
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જસાપર ગામનાં ખેડુતો સરપંચને લઈ ગઠીયા નરેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા.ખેડૂતો પાસેથી કરોડો રૂપિયા લઈ ગયો છે.સરકારી જમીન બારોબાર વેંચી નાખવાના કૌંભાડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ચીભડા ગામમાં આવેલી સરકારી જમીન પોતાની માલિકીની હોવાનું કહીને વેંચવાનું કૌંભાડ સામે આવ્યું છે. નરેશ પરમાર નામનો શખ્સ કલેક્ટરનો વહિવટદાર હોવાનું કહીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પોતે સરકારી જમીન ક્લિયર કરાવી આપવાની લાલચ આપી.
છેલ્લા છ મહિનાથી અનેક લોકો સાથે જિલ્લા કલેક્ટરના નામે છેતરપિંડી આચરી રહ્યો છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને લોધિકા પોલીસને રજૂઆત કરી હતી અને ઓડિયો ક્લીપના પુરાવાઓ રજૂ કર્યા હતા. ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટ ખાતે જમીનના ભાવ અચાનક વધવા સાથે જમીનના કૌભાંડો પણ વધવા લાગ્યા છે. સરકારી ખરાબા વેચવા, તેના પર ગેરકાયદેસર બાંધકામ કરી તે વેચી નાખવું, ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવું જેવા અનેક જમીનને લગતા પ્રશ્નો વધતા જાય છે. ખાસ કરીને સરકારી જમીન પર કબજો કરવો અથવા બનાવટી કાગળો બનાવી અને પોતાની જમીન સાબિત કરી બારોબાર વેચાણ કરવાની પ્રવૃત્તિઓ છેલ્લા થોડા સમયથી વધતી જાય છે.
લોકોની અજ્ઞાનતા,લાલચ લે ભાગુ લોકો માટે સરળતા બની જાય છે. ગઠીયા લોકો પોતાની જાતને રાજકીય વર્ગ ધરાવતા અને સરકારી અધિકારીઓ સાથે બેઠક બેઠક છે તે પોતાની વાક્ચાતુર્યતા દ્વારા સાબીત કરી આસાનીથી કૌભાંડ કરી જાય છે.