આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસની ઉગ્ર રજુઆત, અગ્રણીઓની અટક કરવામાં આવી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આવાસ યોજના પ્રકરણ દિવસે અને દિવસે વધારે ઘેરુ બનતું જાય આજરોજ રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ મનપા માં વિરોધ કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશનના બિલ્ડિંગમાં સૌ પ્રથમ ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યો અને ત્યારબાદ કમિશનરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું અને માગણી કરવામાં આવી હતી કે મીડિયાએ પૂરતા પુરાવા આપ્યા છે છતાં કોર્પોરેશન કેમ કોઈ પગલાં લેતું નથી અને ભારતીય જનતા પક્ષે પણ ભ્રષ્ટાચાર થયો છે અને બંને કોર્પોરેટર તેમાં આડકતરી રીતે સંડોવાયેલા છે તેવું સ્વીકારી બંનેને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે એટલે કે આડકતરી રીતે સ્વીકારી લીધું છે કે દોષિત છે તો કોર્પોરેશન કોનાથી દબાઈ અને બંને કોર્પોરેટરોને કોર્પોરેટર પદથી દૂર કરતા નથી. કોર્પોરેશનના અધિકારીઓ છાવરી રહ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન ખુલ્લું પડ્યું
કોર્પોરેશન ખાતે કોંગ્રેસનો વિરોધ દરમિયાન પોલીસ દ્વારા કાર્યકર્તા ને અટકાવવામાં આવતા પોલીસ કર્મીઓ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. રજૂઆત ન થઈ શકે તે માટે મનપા કચેરી ખાતે ઝાળી બંધ કરી દઈ પ્રજાનો અવાજ દબાવી દેવામાં આવે છે તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો.
માત્ર અમુક લોકોને રજૂઆત કરવા દેવા જવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો.
ભાજપના કોર્પોરેટર અને તેમના પતિઓના કૌભાંડ ને લઈ વિરોધ પ્રદર્શિત કરી તાત્કાલિક બંને કોર્પોરેટરને કોર્પોરેટર પદેથી દુર કરવા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: આવાસ યોજના કવાટર ફાળવણી કરવામાં ગોલમાલ કરનાર ભાજપ કોર્પોરેટર પતિ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરતા મહેશભાઈ રાજપુત
કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરતાં કોંગ્રેસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.
આવેદનપત્ર આપવામાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી પ્રદેશ અગ્રણી મહેશ રાજપુત ડોક્ટર હેમાંગ વસાવડા જશવંતસિંહ ભટ્ટી ગાયત્રીબા વાઘેલા અશોકસિંહ વાઘેલા કોર્પોરેટર વશરામ સાગઠીયા અગ્રણી સંજય લાખાણી કૃષ્ણદત્ત રાવલ નયનાબા જાડેજા રાજદીપસિંહ જાડેજા તથા મોટા પ્રમાણમાં કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા. 22 થી 25 આગેવાનોની પોલીસે અટક કરી છે.
કોંગ્રેસે નિવેદન આપ્યું છે કે તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે