આપણું ગુજરાત

સુરતમાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીનાં આભૂષણોની ખરીદી માટે લોકોનો અનેરો ઉત્સાહ, બજારમાં રોનક

ભારતીય સંસ્કૃતિમાં પુષ્ય નક્ષત્રનું આગવું મહત્ત્વ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દિવાળી પહેલા શનિવારે આવેલ પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ ગણી સુરતમાં સોના-ચાંદીના આભૂષણો અને ઇટાલિયન જ્વેલરીની સારી માગ નિકળી હતી. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે અને તેમના જ વારે આ વખતે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ દિવાળી પહેલા થયો તેથી આ નક્ષત્રમાં ખરીદીનો ઉત્સાહ બમણો જોવા મળતો હતો. ૫ નવેમ્બરના રોજ પણ સવારના ભાગમાં છે. આમ શનિવાર અને રવિવારને ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ માની સુરતમાં શનિવારે પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ દેખાતો હતો. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી ટકનારી અને સમૃદ્ધિ આપનારી હોય છે. ભારતીય સંસ્કૃતિમાં પુષ્ય નક્ષત્રનું આવું આગવું મહત્ત્વ ગણાય છે.
એક જ્વેલરે જણાવ્યું હતું કે જ્યારે સોનાના ભાવ નીચા હતા ત્યારે લોકોએ અગાઉ બુકિંગ કરાવી લીધું હતું. તેમને શનિવારે ડિલિવરી કરવામાં આવી હતી. આ વર્ષે ખૂબ જ સારો વેપાર રહે તેવી જ્વેલર્સે આશા વ્યક્ત કરી છે. આગામી સમયમાં ધનતેરસ પણ આવી રહી છે. તેને લઈને પણ ખરીદી નીકળશે. ગ્રાહકોને ડિલિવરી પુષ્ય નક્ષત્રના દિવસે જ મળી રહે માટે શહેરના અનેક જ્વેલર્સોએ રાત્રે ૧૨ વાગ્યા સુધી જ્વેલરી શોપ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે પુષ્ય નક્ષત્રમાં વધારે દાગીનાનું વેચાણ થવાની સંભાવના છે. વર-વધૂ કપડાંની સાથે દાગીના પણ મેચ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
પહેલાં વર અને વધુ માત્ર કપડાં મેચિંગ કરતાં હતાં, પરંતુ હવે દાગીના પણ મેચિંગ કરે છે. વરમાળાની ડિઝાઈન મેચિંગ કરે છે, હવે કપડાંની સાથે સાથે દાગીના મેચિંગ કરવાનો ટ્રેન્ડ પણ છે. ખાસ કરીને વર વધૂ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે દાગીનાની ખરીદી કરતાં હોય છે.ઇટાલિયન જ્વેલરીની પણ ડિમાન્ડ વધી હતી. દર વર્ષે જ્વેલરીની ડિમાન્ડમાં ફેરફાર થતો હોય છે.
આ વર્ષે પ્લેઈન ગોલ્ડ, ડાયમંડ સ્ટડેડ, રોઝ ગોલ્ડ સહિતની જ્વેલરીઓની ડિમાન્ડ તો નિકળી જ પણ સાથે સાથે ઈટાલિયન જ્વેલરીની પણ ડિમાન્ડ વધી હતી. ગત વર્ષ કરતાં આ વર્ષે વધારે દાગીનાનું વેચાણ થવાની સંભાવના છે. મોટા ભાગના લોકો લગ્નના દાગીનાની ખરીદી પુષ્ય નક્ષત્રમાં કરતા હોવાનો ટ્રેન્ડ હોવાનું પણ આ ઝવેરીએ જણાવ્યું હતું. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?