સુરતના કડોદરામાં એક મધ્યમવર્ગીય પરિવારને રૂ.15 લાખની ખંડણી ન ચૂકવી શકતાં પોતાના 12 વર્ષના બાળકને ગુમાવવાનો વારો આવ્યો છે. ગત 8 સપ્ટેમ્બરે આ બાળક ટ્યુશનથી ઘરે પરત ફરી રહ્યો હતો તે સમયે કેટલાક શખ્સોએ તેનું રિક્ષામાં અપહરણ કરી લીધું અને તે પછી પરિવારને ફોન કરીને સતત 15 લાખ રૂપિયા ખંડણીમાં માંગી ધાકધમકી આપતા હતા. આ બાળકનો અપહરણના 2 દિવસ બાદ રવિવારે નિર્જન જગ્યાએથી મૃતદેહ મળી આવતા પરિવાર ભારે આઘાતમાં છે.
સુરતમાં ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા સુધીરકુમાર નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો 12 વર્ષનો પુત્ર શિવમનું કેટલાક લોકોએ અપહરણ કરી તેમને ખંડણી માટે ફોન કર્યો હતો અને ફોનમાં રૂપિયા 15 લાખ આપવાની અને ન આપે તો શિવમને મારી નાખવાની વાત કરી હતી. આ સાંભળી તેમણે કેટલાક પાડોશીઓનો સહારો લઇ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને ફરી ખંડણીખોરે ફોન કરી સવાર સુધીમાં રૂપિયા આપવાની વાત કરી હતી અને તેના માણસો નજર રાખી રહ્યા હોવાનું કહી ધમકાવ્યો હતો.
સુધીરકુમારની ફરિયાદને આધારે પોલીસે ટીમ બનાવી બાળકની શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. શંકાસ્પદ તમામ લોકોની પૂછપરછ હાથ ધરી તેમજ LCB, SOG, રેન્જની ટીમો, તમામ Dy.sp, તમામ જિલ્લાનો ફોર્સ ખડકીને સર્ચીંગ ઓપરેશન કર્યું હતું. જે દરમિયાન ઝાડીઓમાંથી બાળકનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા કબજે કરી એક આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું જણાવ્યું હતું.
આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને?
આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને?