આપણું ગુજરાત

સૌરાષ્ટ્રમાં માવઠાના નામે સિંગતેલના ભાવમાં ₹ ૨૦નો વધારો ઝિંકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સૌરાષ્ટ્રમાં માવઠાં થતા મગફળીમાં આવેલા ભેજના બહાને તેલિયા રાજાઓએ રાતોરાત ભાવમાં વધારો ઝીંકી દીધો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૨૦નો વધારો થયો છે. તેમ જ બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ રૂપિયા ૨૭૩૫થી ૨૭૮૫ થયો છે. તથા કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૧૬૧૦થી ૧૬૬૦ થયો છે.

સૌરાષ્ટ્રમાં પડેલા માવઠાં પહેલા મગફળીને વિક્રમી આવક શરૂ થઇ ચૂકી હતી જ્યારે ખેડૂતોએ મોટા ભાગની મગફળી ખેતરમાંથી ઉઠાવીને માર્કેટ કે ગોડાઉન ભેગી પણ કરી દીધી હોવાનું કહેવાય છે ત્યારે હવે શનિવાર અને રવિવાર એમ બે દિવસ રાજકોટ સહિતના જિલ્લાઓમાં માવઠું થતાં મગફળીમાં વરસાદી ભેજનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. જોકે જે ખેડૂતોની મગફળી ખળાં કે ખુલ્લામેદાનમાં રાખવામાં આવી હતી તે પલળી જતા તેમને નુકશાન થયું છે પરંતુ ઓઇલ મિલરોના ગોડાઉનમાં સંગ્રહાયેલી મગફળીને ભેજ કે પલળવાની કોઇ શક્યતા દેખાતી નથી. બીજી બાજુ માવઠાને લીધે સૌથી વધુ નુકશાન રવિ પાકને થયું છે પરંતુ મગફળીના પાકને મોટા નુકશાનના દાવા થઇ રહ્યા છે અને માવઠાના નામ તેલિયા રાજાઓએ રાતોરાત ડબ્બે રૂ.૨૦નો ભાવ વધારો ઝિંકી દીધો છે.

રાજકોટમાં સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. વરસાદની સીધી અસર મગફળીના પાક પર થાય છે. જેને કારણે તેલના ભાવો પર વધઘટ થતી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button