આપણું ગુજરાત

સાબરકાંઠામાં ભાઇબીજ સુધીના પાંચ દિવસ અશ્ર્વ દોડની પરંપરા યથાવત્

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે. આ રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વ દોડ થાય છે. અહીં કોઈ સ્પર્ધા નથી થતી પરંતુ ધાર્મિક પરંપરાના ભાગરૂપે ધનતેરસથી ભાઈબીજ સુધી આ ઉત્વસનું આયોજન કરવામાં આવે છે. દરમિયાન બુકોલી સહિત આસપાસના ૨૫થી પણ વધુ ગામના લોકો ઘોડા દોડાવવા માટે આવે છે અને અહીં પાંચ દિવસ સુધી મેળા જેવો માહોલ સર્જાય છે.

ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂની ગ્રામીણ સંસ્કૃતિની પરંપરા જોવા મળે છે વાર તહેવારે બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ગામો છે કે જ્યાં પરંપરાગત મેળાઓનું આયોજન થતું હોય છે જેમાં સમગ્ર ગુજરાત સહિત બહારના અનેક રાજ્યોમાંથી લોકો આવા મેળાઓનું આયોજન થતું હોય છે ત્યાં જોવા માટે આવતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં વર્ષો જૂનું કોટિયાવીરનું મંદિર આવેલું છે. ગામમાં આવેલા કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થા સાથે ગામનાં લોકો પાંચ દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે. જેમાં બુકોલી સહિત આસપાસના ઘોડેસવારો આવતાં હોય છે. અંદાજે ૧૦૦થી વધારે ઘોડેસવાર સામેલ થાય છે. આ કોઇ સ્પર્ધા માટે નહી પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ ઊજવાય છે. છેલ્લા ૨૦૦ વર્ષથી પરંપરાગત આ ગામમાં ભરાતા મેળાની એવી લોકવાયકા છે કે કોટડિયાવીર દાદા ગૌચરમાં ચરતી ગાયોની વહારે આવ્યા હતા અને તેમને ઘોડાઓનો શોખ હતો. વર્ષો પહેલાં ગામના નાગરિકોને રાત્રે ઘોડાઓનાં પગલાંનો અવાજ સંભળાયો હતો. ગામજનો દાદા પાસે ગયા અને દાદાને કહ્યું કે આપને ઘોડાનો શોખ છે તો ગામલોકો ઘોડા દોડાવશે.

બસ, ત્યાર પછી ગામમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઘોડા દોડાવવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button