આપણું ગુજરાત

રાજ્યની ૩ મહાનગરપાલિકાઓનાં ૪૧૪ કામો માટે ₹ ૧,૬૪૬ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી

સુરતને ₹ ૧,૦૨૯ કરોડ, વડોદરાને ₹ ૧૮૪ કરોડ, જામનગરને ₹ ૪૩૨ કરોડ અપાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાનાં ૪૧૪ કામો માટે કુલ ૧,૬૪૬ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે.

અખબારી યાદીમાં જણાવાયાનુસાર વડોદરા મહાનગરપાલિકાએ ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં ૪૭ કામો માટે રૂ. ૧૮૪.૦૯ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીશ્રીએ અનુમોદન આપ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે ૨૦૨ કામો માટે રૂપિયા ૧૦૨૯.૫૫ કરોડ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત પણ મુખ્ય પ્રધાને મંજૂર કરી છે. ઉપરાંત જામનગર મહાનગરપાલિકાએ ૧૩૮ કામો માટે રૂ. ૩૪૮.૨૦ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી. મુખ્ય પ્રધાને આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૧ થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. ૨,૬૮૯ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧,૦૦૮.૧૮ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪૮.૮૩ કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજિક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખનાં કામો માટે ફાળવ્યાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત