આપણું ગુજરાત

પાટણ જિલ્લામાં હંગામી શિક્ષકોને સાત મહિનાથી પગાર ન ચૂકવાતા મુશ્કેલીમાં મુકાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પાટણ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છેલ્લા સાત મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. શિક્ષકોનો પગાર ન ચુકવાતા તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની છેલ્લા ઘણા સમયથી ઘટ છે. આ ઘટ પૂરી કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોને હંગામી શિક્ષક તરીકે નિમવામાં આવ્યા છે. પ્રવાસી શિક્ષકો પોતાની ફરજ સારી રીતે નિભાવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ શિક્ષકોને પગારની ચુકવણી નિયમિત કરવામાં આવતી નથી. માર્ચ ૨૦૨૩થી આજદિન સુધી પ્રવાસી શિક્ષકોનો પગાર કરવામાં ન આવતા જિલ્લામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા ૩૦૦ જેટલા શિક્ષકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે આવા શિક્ષકો હાલ તો મજબૂરીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં દિવાળી જેવા તહેવારો હોવાથી આ તમામ શિક્ષકોના બાકી પગારો સરકાર દ્વારા ઝડપથી ચૂકવવામાં આવે તેવી શિક્ષકોમાં માગ ઉઠી છે. બીજીતરફ સરકાર દ્વારા જ્ઞાન સહાયકની ભરતીઓની વાત કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લાં ઘણા સમયથી પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તે પ્રવાસી શિક્ષકોના પગારો ચૂકવામાં આવતા નથી. ત્યાં નવી ભરતી વાળા શિક્ષકોના પગાર સરકાર કઈ રીતે ચૂકવશે તેવા સવાલો શિક્ષકોમાંથી ઊઠી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત