ગુજરાતમાં ‘ડબલ સીઝન’નો પંજો: વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો પારો 30ને પાર!

અમદાવાદ: ગુજરાતમાં મહા મહિને જ ઠંડીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ જેવા મહાનગરોની સરખામણીમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં થોડા અંશે ઠંડી જોવા મળી રહી છે. જો કે માત્ર વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવી ગરમી અનુભવાય રહી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 15.6 17.2 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં ડિગ્રી સેલ્સિયસ 18.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જો કે આ સાથે જ રાજ્યના મોટા ભાગના સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો હતો.
કેવું રહેશે અમદાવાદનું હવામાન?
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨.૮ ડિગ્રી વધારે છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯.૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય તાપમાન કરતા ૫.૮ ડિગ્રી જેટલું વધારે નોંધાયું છે. શહેરમાં વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન સૂકું રહેવાની આગાહી છે. સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ ૫૯% અને સાંજે ૨૮% જેટલું જોવા મળ્યું હતું. આવનારા સાત દિવસો માટે કોઈ ખાસ હવામાન ચેતવણી આપવામાં આવી નથી અને આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે.



