આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત ચાર દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે.

જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ

દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરમાં 9 ઈંચ, દ્વારકામાં 8.5 ઈંચ, કચ્છના નખત્રાણામાં 8 ઈંચ, માંડવીમાં 7.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 6.9 ઈંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ, 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યમાં 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જામનગરમાં આર્મી અને કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ કર્યું

જામનગરમાં આર્મી દ્વારા પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરના પાણીમાં લોકો ફસાયા હતા. 8 બાળકો, 3 મહિલા, 1 પુરુષનું રેસ્ક્યૂ કરાયું છે. રેસ્ક્યૂ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બાકી ફસાયેલા લોકોને શોધવાની તજવીજ હાલ ચાલુ છે.

ભારતીય કોસ્ટગાર્ડે જામનગરના વિવિધ સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન કર્યું. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોને એરલિફ્ટ કરાયા. કંટોલ, થેપાડા, એરડા, માલ, ફટાણા અને પીઠડ ગામોમાં લોકોને એરલિફ્ટ કરાયા. 7 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 33 લોકોને બચાવાયા હતા. પાંચ ગામોમાંથી કોસ્ટગાર્ડે હેલિકોપ્ટથી 33 લોકોનું રેસ્ક્યૂ કર્યું

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે તારાજી સર્જી

જ્યારે બીજી તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે તારાજી સર્જી છે. જેમાં 1.25 લાખ મકાન અને 250 ગામડાઓમાં 60 કલાકથી અંધારપટ છે. આજે પણ શાળાઓમાં રજા છે. વડોદરામાં આર્મી અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત ખસેડવામાં આવી રહ્યા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button