Gujarat માં દિવાળી પૂર્વે સિધ્ધપુરમાંથી 297 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

પાટણઃ ગુજરાતમાં દિવાળી પૂર્વે ફૂડ અને આરોગ્ય વિભાગ વધુ સક્રિય થયું છે. તેમજ ભેળસેળ કરતા વેપારીઓ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેમાં મહેસાણા બાદ હવે પાટણ જિલ્લામાં ભેળસેળિયા વેપારીઓ સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી દીધી છે. જેમાં સિદ્ધપુરમાંથી 297 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે.
શંકાસ્પદ ઘીનો જથ્થો મુંબઈ તરફ જવાનો હતો
દિવાળીના તહેવારોમાં ભેળસેળિયા વેપારીઓ વિવિધ આઈટમોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરી શકે તે માટે ફૂડ વિભાગ સતર્ક બન્યું છે. સિદ્ધપુરમાં જંબેશ્વર હોટલ ખાતેથી ટ્રાવેલ્સમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મુંબઈ તરફ જવાનો હતો. તેવી પાલનપુર ફુડ વિભાગને બાતમી મળતાં પાટણ ફુડ વિભાગને જાણ કરી હતી. દરમિયાન પાટણ ફૂડ વિભાગની ટીમે સિધ્ધપુર હાઇવે પર આવેલી જંબેશ્વર હોટલ પાસેથી રેડ કરી ટેમ્પોમાંથી શંકાસ્પદ 297 કિલોનો રૂપિયા 53,359નો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મોડી રાત સુધી તપાસ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ
ફૂડ વિભાગે આગળની તપાસ કરતા કાણોદરના નજર મહંમદ ગુલામહુસેન ભોરણીયા દ્વારા ઘીનો જથ્થો ટેમ્પોમાં લાવવામાં આવ્યો હતો. વદાણી ખાતે ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાંથી જથ્થો સિઝ કરી બે સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડી રાત સુધી તપાસ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
Also Read –