ગાંધીનગરમાં બે પ્રોફેસર-શિક્ષિકા સહિત ચારને કોરોનાનો ચેપ લાગ્યો | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગાંધીનગરમાં બે પ્રોફેસર-શિક્ષિકા સહિત ચારને કોરોનાનો ચેપ લાગ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગર શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં સિંગાપુરથી પરત આવેલા સેક્ટર ૨૯માં રહેતાં શિક્ષિકા તથા દક્ષિણ ભારતના બેંગાલૂરુમાં જઈને આવેલા આઈઆઈટી પાલજના બે પ્રોફેસર કોરોનાગસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં તા.૧૯મી ડિસેમ્બરથી કોરોના કેસ સામે આવવાની શરૂઆત ત્રણ દિવસ બાદ અટકી હતી. જોકે સોમવારે મોડી રાત્રે એક સાથે ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રને થયેલી રાહત વધુ દિવસ ટકી શકી ન હતી. આ સાથે અત્યાર સુધીમાં ગાંધીનગર શહેર-ગ્રામ્યમાં મળી કોરોનાના આઠ કેસ નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૭ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ દર્દી સાજા થયા છે. સરકારી દાવા પ્રમાણે એક દિવસના અરસામાં કોવિડથી એક પણ દર્દીનું મોત થયું નથી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button