Bhuj ના બસપોર્ટમાં ઘાતક હથિયાર સાથે પાગલ યુવકે ભયનો માહોલ સર્જ્યો
ભુજ: ગુજરાતના ભુજમાં નવા બસ પોર્ટમાં ગત રાત્રે આઠેક વાગ્યાના અરસામાં હાથમાં ઘાતક હથિયાર સાથે ઘુસી આવેલા યુવકે દહેશતનો માહોલ સર્જ્યો હતો. આ યુવકના હાથમાં હથિયારથી મુસાફરો ભયનો માહોલ સર્જાયો હતો. જો કે તેને પકડવાના પ્રયાસ કરતાં યુવકે બસપોર્ટમાંથી બહાર જઈ રહેલી એસ.ટી. બસમાં બેસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બસની અંદર રહેલા મુસાફરોએ દરવાજો બંધ કરી અને બારીમાંથી પાણી ફેંકતા આ યુવક નીચે ગબડી પડ્યો હતો.
યુવક માનસિક રીતે વિક્ષિપ્ત હોવાનું બહાર આવ્યું
જ્યારે બસ સ્ટેશનમાં યુવાનો અને સિક્યોરીટી જવાનોએ આ યુવકની સમજાવટ કરી તેને ઝબ્બે કરવા પ્રયાસ કરતાં તેણે અન્ય બસ સાથે લટકીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોણા કલાકના આ ઘટનાક્રમ બાદ પોલીસ અને યુવાનોએ જાનના જોખમે દબોચી લીધો હતો લોકોએ તેને માર માર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક રીતે વિક્ષિપ્ત હોવાનું બહાર આવ્યું છે. તે પોતાનું નામ અને ઓળખ જણાવી શકતો નથી. ભુજ એ ડિવિઝન પોલીસે તેને સારવાર માટે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ લોકોની અવરજવરથી સતત ધમધમતા રહેતા ભુજના ‘મોડેલ’ બસપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Also Read –