Ahmedabad શહેરમાં મોડી રાત્રે અકસ્માતની બે ઘટના, બાઈક સવારો ઇજા ગ્રસ્ત

Ahmedabad: Ahmedabad શહેરમાં રવિવારે મોડી રાત્રે બે અલગ અલગ વિસ્તારમાં અકસ્માતની બે ઘટના બની છે. જેમાં એક ઘટનામાં કાર ચાલકે બાઈક સવારોને હડફેટે લીધા હતા. જો કે તેમાં બાઈક સવારોને ઇજા પહોંચી છે. જ્યારે બીજી ઘટનાના બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આ બંને કેસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
નિકોલમાં કાર ચાલકે ચાર બાઈક ચાલકોને અડફેટે લીધા
જેમાં પ્રથમ હિટ એન્ડ રનની ઘટના મોડી રાત્રે નિકોલમાં કાર ચાલકે ચાર બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.નિકોલ અકસ્માતમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરી હતી અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બાદ તે ઉંધી પડી ગઈ હતી. લોકો દ્વારા કારચાલકને કારમાંથી બહાર નિકાળવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં મોડી રાતે બે અકસ્માત
અમદાવાદ શહેરમાં બીજો અકસ્માત નારણપુરામાં એઈસી બ્રિજ પાસે થયો હતો. જેમાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
Also Read –