ઓપરેશન સિંદૂરની અસર: ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ

ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મંજૂર થયેલી તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે.
તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

ડીજીપી કચેરી દ્વારા તમામ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને આ અંગે સૂચના આપવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે પોલીસકર્મીઓ હાલમાં રજા પર છે, તેઓએ તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવાનું રહેશે અને હાજર થયા બાદ પોતાની કચેરીને તેની જાણ કરવાની રહેશે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર અંગે ખોટા દવા કરતા ચીનના ન્યુઝ આઉટલેટને ભારતે ફટકાર લગાવી…
જો કે, આ તાત્કાલિક નિર્ણય પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર બાદ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
માછીમારોને સાવચેત કરાયા
તે ઉપરાંત ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં થયેલા વધારાને જોઇને ગુજરાત સરકારે તમામ માછીમારોને સાવચેત કર્યા છે.તેમજ માછીમારોને સાવચેતી રાખવા અને IMBL અને સંવેદનશીલ વિસ્તારમાં ન જવા સૂચના પણ આપવામાં આવી છે.