આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)સૌરાષ્ટ્રમાં શનિવારે વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં પોરબંદર, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા દર્શાવામાં આવી છે.

ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાંચ દિવસ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જોકે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 99 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે 21મી જુલાઇના રોજ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે.

સોમવારે 22મી જુલાઇએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.

શનિવારે બપોર બે વાગ્યા પછી એકંદરે વરસાદનું જોર ઘટ્યુ

દરમિયાન રાજ્યમાં આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાકમાં કુલ 99 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. દ્વારકામાં સાડા છ, જૂનાગઢમાં સવા પાંચ, વેરાવળમાં સાડા ચાર અને તાલાલમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો . ખાસ વાત એ છે કે, શનિવારે બપોર બે વાગ્યા પછી એકંદરે વરસાદનું જોર ઘટ્યુ હતું.

ગુજરાતના 16 જિલ્લામાં 30 ટકા કરતા ઓછો વરસાદ  

ગુજરાત રાજ્યમાં 16 જિલ્લામાં 30 ટકા કરતા ઓછો વરસાદ પડ્યો છે. જેમાં પાટણ જિલ્લામાં 21 ટકા ઓછો વરસાદ છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં 25.87 ટકા વરસાદ સાથે મહેસાણામાં 25.23 ટકા,  સાબરકાંઠામાં 27.27 ટકા તથા અરવલ્લીમાં 18.32 ટકા, ગાંધીનગરમાં 22 ટકા વરસાદ આવ્યો છે. તેમજ અમદાવાદ જિલ્લામાં 24.48 ટકા વરસાદ આવ્યો છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?