Gujarat માં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં વીજળી પડતા બે યુવતીના મૃત્યુ
ગુજરાતમાં(Gujarat) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.
બનાસકાંઠા વીજળી પડતા બે યુવતીના મૃત્યુ
જો કે આ દરમ્યાન મળતી માહિતી મુજબ બનાસકાંઠા વીજળી પડતા બે યુવતીના મૃત્યુ થયા છે. જેમાં
સુઈગામ તાલુકાના નવાપુરા ગામમાં આ ઘટના બની છે. આકાશી વીજળીએ બે સગી બહેનનો ભોગ લીધો છે.
આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો. દ્વારકામાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સાડા પાંચ ઈંચ સુધીના વરસાદથી પાણી ભરાયા છે. 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના ખંભાળિયાના રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થતા 2નાં મોત થયા છે
આ સ્થળોએ યલો અને ઓરેન્જ એલર્ટ
ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી
જ્યારે દક્ષિણ ગુજરાતના સતત મેધમહેર થઈ રહી છે. જેમાં સુરત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડ અને નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી છે. પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ વટાવવાથી માત્ર 5 ફૂટ દૂર છે. 17 ફૂટની સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે.
Also Read –