આપણું ગુજરાત

ભુજ, ગાંધીધામ અને અબડાસા વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પ્રાકૃતિક ખનીજ સંપત્તિથી ભરપૂર એવા સરહદી કચ્છમાં રાજકીય ઓથા હેઠળ ફાવી ગયેલા ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે ભુજ,ગાંધીધામ અને અબડાસા વિસ્તારમાં લાંબા સમયથી થઇ રહેલી ખનીજ તસ્કરી પર ખાણખનીજ વિભાગની ટુકડીઓએ કાર્યવાહી હાથ ધરતાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

ખાણ ખનીજ વિભાગની ટુકડીઓએ ગાંધીધામ તાલુકાના શિણાઇ ગામમાં રોયલ્ટી પાસ વિના ૩૭.૨૯ મેટ્રિક ટન બ્લેક ટ્રેપ(ભૂંસા)નું ખનીજ વહન કરવા બદલ, ભુજ તાલુકામાં ૦૬.૦૧ મેટ્રિક ટન સાદી રેતીને ઓવરલોડ વહન કરવા બદલ તથા રોયલ્ટી પાસ વિના ૩૮.૯૭ મેટ્રિક ટન સિલિકા ગેરકાયદેસર ભરવા બદલ અને પશ્ર્ચિમ કચ્છના અબડાસા તાલુકાના રાયધણઝર વિસ્તારમાં ખનીજના અનધિકૃત સંગ્રહમાંથી બેન્ટોનાઈટ ભરવામાં આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે મદદનીશ નિયામક મેહુલ શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફ્લાઈંગ સ્ક્વોડ માઇન્સ સુપરવાઇઝર મનોજકુમાર ઓઝા દ્વારા ગાંધીધામ તાલુકાના શિણાઇ ગામે રોયલ્ટી પાસ વિના ૩૭.૨૯ મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરવા બદલ એક વાહન જપ્ત કરી આદિપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું.

જયારે ભૂજ તાલુકામાં ૦.૬.૦૧ મેટ્રિક ટન સાદી રેતી ઓવરલોડ તથા એક ડમ્પર રોયલ્ટી પાસ વિના ૩૮.૯૭ મેટ્રિક ટન સિલિકા ભરવા બદલ બે ટ્રેઇલરને સીઝ કરી ભુજના સરકારી ગોદામ ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અબડાસાના રાયધણઝર વિસ્તારમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલી ગરવા તથા સર્વેયર વિક્રમસિંહ રાઠોડ દ્વારા એક હ્યુન્ડાઇ કંપનીના એક્સકેનેટર મશીન દ્વારા બેન્ટોનાઈટ ખનીજના બિનઅધિકૃત સંગ્રહમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઈટ ભરાતું ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં મશીન અને ડમ્પરને કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના બીનઅધિકૃત સંગ્રહ અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અબડાસા વિસ્તારમાં મોડી રાત્રીના અંધકારમાં રેતી અને બેન્ટોનાઈટ ખનીજનું ગેરકાયદે પરિવહન કરવામાં આવે છે ત્યારે પ્રાકૃતિક સંપદાને નુકસાન પહોંચાડી રહેલા ખનીજચોરો પર ધાક બેસાડતી કાર્યવાહી જરૂરી બની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો