આપણું ગુજરાત

હવે ઘર બેઠા મળી શકશે IIMની ડિગ્રી, જાણો કઈ રીતે

અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટIIMમાં ભણવું તે દેશના લાખો-કરોડો યુવાનોનું સપનું હોય છે. ખૂબ જ હોશિયાર અને જ્વલંત શૈક્ષણિક લાયકાતો ધરાવતા યુવાનો પણ અહીં એડમિશન લેવા તલપાપડ હોય છે અને લાખો દર વર્ષે પરીક્ષા આપે છે, પરંતુ ખૂબ જ ઓછાને આ મોકો મળે છે. IIMમાં ભણ્યા બાદ નોકરી-ધંધાની તક મળે છે તે જોઈ યુવાનો સહિત માતા-પિતા પણ અહી સંતાનને એડમિશન મળે તે માટે દરેક મહેનત કરતા હોય છે.

દેશની તમામ સંસ્થાઓમાં અમદાવાદમાં આવેલી IIM-Aનું વિશેષ માન છે અને અહીંથી મેનેજમેન્ટના પાઠ ભણી ઘણાએ સફળતાના શિખરો સર કર્યા છે ત્યારે હવે આ IIM-Aએ એક ઘણો સરાહનીય પ્રયાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એક અહેવાલ અનુસાર હવે અહીંથી વિદ્યાર્થીઓ ઑનલાઈન ડિગ્રી મેળવી શકશે અને તે પણ માત્ર બે વર્ષમાં. આ બે વર્ષનો એમબીએ પ્રોગ્રામ ખાસ કરીને નોકરી કરતા અથવા ઉદ્યોગ સાહસિકો માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. પહેલી સપ્ટેમ્બરથી આ પ્રોગ્રામ શરૂ થશે અને 75 વિદ્યાર્થીને એક બેચમાં સમાવવામાં આવશે. આ કોર્સમાં ઓન કેમ્પસ ઈન્ટરેકિટ્વ અને લાઈવ સેશન્સ પણ હશે. આ પ્રોગ્રામ માટે જેમને નોકરીનો ત્રણ વર્ષનો અનુભવ હોય તેમ જ સ્નાતક ડિગ્રી હોય તો જ અરજી કરી શકાશે. તે બાદ સિલેકશનની પ્રક્રિયા થશે અને એડિમશન આપવામાં આવશે. જે યુવાનો પાત્ર હોવા છતાં નોકરીને લીધે આગળ ભણી શકતા નથી, તેમનામાં લિડરશિપ ડેવલપ કરવા આ કોર્સ શરૂ કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button