આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ઇફકો બાદ હવે નાફેડ(NAFED) ચૂંટણીમાં પણ ખેંચતાણ ; ડિરેકટરની એક જગ્યા માટે 7 ઉમેદવાર મેદાને

ગાંધીનગર : NAFED elections: હાલમાં જ ભારે ચર્ચા અને વિવાદોનું કેન્દ્ર બનેલી ઇફ્કોની ચૂંટણી બાદ હવે વધુ એક મોટી સહકારી સંસ્થા NAFEDની (National Agricultural Cooperative Marketing Federation of India) ડિરેક્ટર પદની ચુંટણીમાં પણ ભારે રસાકસીનો માહોલ જોવા મળે તેમ છે. આગામી 21મીએ યોજાનાર તેની સામાન્ય સભા તેમજ જરૂર પડ્યે ચૂંટણી માટે ભાજપના જ સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવતાં એકવાર ફરીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

વર્ષ 1958માં સ્થપાયેલી અને ખેતી અને વનપેદાશો માટે વેચાણ અને જરૂરી સાધનોના અમલીકરણનું કામ કરતી દેશની એક મોટી સહકારી સંસ્થા નાફેડની આગામી 21મીએ સામાન્ય સભા અને જરૂર પડ્યે મતદાન કરવામાં આવનાર છે. આ સમયે ઇફકોની ચૂંટણી જેમ જ પુનઃ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, કારણ કે નાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

આ દાવેદારીમાં રાજકોટ લોકસભા બેઠક પર ભાજપમાથી જેમની ટીકીટ કપાયેલી છે તેવા મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી છે. હજુ સુધી ભાજપ તરફથી કોઈને મેંડેટ આપવામાં આવ્યું નથી. આજે 15મી ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે હવે નાફેડમાં ભાજપની શિસ્તની વાતો સાર્થક થાય છે કે અહી પણ હવે ઇફકોવારી થશે તે જોવું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button