આપણું ગુજરાત

ગાંધીનગર આવો તો શ્રવણ અને રક્ષાની જોડી જોવાનું ભૂલશો નહીં

વન્ય જીવ પ્રાણીઓ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે દીપડાની નવીન જોડી ‘શ્રવણ’ અને ‘રક્ષા’ને ગત તા. ૦૧ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવ્યાં હતાં. આ જોડીને કેવોરન્ટાઇનમાં રાખી સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ સમયગાળો પૂર્ણ થતાં વન્યજીવ સપ્તાહ -૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે આજે તા. ૦૬ ઓક્ટોબર-૨૦૨૩થી પ્રવાસીઓ-મુલાકાતીઓ હવે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે આ દીપડાની જોડીને જોઈ શકશે.

વન્યજીવ સપ્તાહ-૨૦૨૩ નિમિત્તે ‘ગીર’ ફાઉન્ડેશન, દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે ‘વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશન’નું ગુજરાતના પીસીસીએફ એન્ડ હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી એસ.કે ચતુર્વેદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન તા. ૦૮ ઓક્ટોબર સુધી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ૨૦૦થી વધારે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફ્સ ઇકો ક્લબ ધરાવતી શાળાએ બનાવેલ વિવિધ વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ અને વિવિધ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, તેમ માહિતી ખાતાએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button