લોકસભા-વિધાનસભા ચૂંટણી-2024 માં આ વખતે એક નવો રેકર્ડ સર્જાય તો લગીરે’ય નવાઈ નહીં,જાણો શું થઈ રહ્યું છે?
લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાત સજ્જ છે. શુક્રવારે પહેલા જ દિવસે ગુજરાતની 26 બેઠકોમાં 1,015 ફોર્મ ચપોચપ ઉપડી ગયા. જેમાં ગાંધીનગર,પાટણ અને પંચમહાલ વિસ્તારમાં બે અપક્ષ સહિત ત્રણ ની ઉમેદવારી નોંધાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠક અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે અને 7મી મે એ મતદાન થશે. આ જોતાં એવું પણ લાગી રહ્યું છે કે, 20 મી એપ્રિલ સુધી ચાલનારી નામાંકન પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઝુકાવે તો જરા પણ નવાઈ નહીં લાગે.
શુક્રવારે ફોર્મ ભરવાના પહેલા જ દિવસે ગાંધીનગરમાં નોંધાયેલા રાજકીય પક્ષમાથી,પાટણ અને પંચમહાલ લોકસભા ક્ષેત્રમાથી એક-એક એમ બે અપક્ષોએ ઉમેદવારી કરી છે.આમ 26 લોકસભા બેઠકો પર પહેલા દિવસે જ 3 ફોર્મ ભરાયા છે.તો પાંચ વિધાનસભા પૈકીની વાઘોડિયા બેઠક પરથી એક અપક્ષની ઉમેદવારી થઈ છે.
રાજકોટમાં નવી રંગત
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16મી પોતાનું ફોર્મ ભરશે. એક વિવાદિત નિવેદન બાદ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો ખોલી રૂપાળાની ઉમેદવારી રદ્દ કરવાના પ્રણ લીધા છે. સમાધાનની ફોર્મુલા કારગર સાબિત નથી રહી. ત્યારે, શુક્રવારે પહેલા જ દિવસે રાજકોટમાં 100 જેટલી ક્ષત્રિય મહિલાઓએ ફોર્મ ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાથી જ રૂપાલા સામે લગભગ 384 પણ વધુ મહિલાઓ ઉમેદવારી નોંધાવશે. રૂપાલા વિવાદને લઈને આજે હિમ્મત નગર અને ભરૂચમાં ક્ષત્રિય સમાજની બેઠક છે. તો રવિવારે,રાજકોટના સરતાનપરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે. મળતી માહિતી પ્રમાણે 1000 થી વધુ લક્ઝરી બસ ભરીને ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકરો,યુવાઓ મહિલાઓ સંમેલનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. જો કે રૂપાલા વિરોધી આક્રોશ માત્ર ગુજરાત પૂરતો ન રહેતા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યો છે.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16મીએ પોતાનું ફોર્મ ભરશે. એક વિવાદિત નિવેદન બાદ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો ખોલી રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાના પ્રણ લીધા છે. સમાધાનની ફોર્મુલા કારગર સાબિત નથી રહી. ત્યારે, શુક્રવારે પહેલા જ દિવસે રાજકોટમાં 100 જેટલી ક્ષત્રિય મહિલાઓએ ફોર્મ ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાથી જ રૂપાલા સામે લગભગ 384થી પણ વધુ મહિલાઓ ઉમેદવારી નોંધાવશે. રૂપાલા-ક્ષત્રિય સમાજના વિવાદમાં ચૂંટણી પંચની ચિંતા વધી ગઈ છે. કારણ કે, એક EVMમાં 16 ઉમેદવારો ઉપરાંત NOTAનો સમાવેશ થઈ શકે છે. અને EVMના સંપૂર્ણ સેટમાં 24 બેલેટ યૂનિટ કંટ્રોલ યૂનિટ સાથે જોડાયેલા હૉય છે. જો કે પંચે કહી દીધું છે કે ગમે તેટલા ઉમેદવારો આવે પણ ઇવીએમ થી જ વોટિંગ થશે.
ચૂંટણી ફોર્મ મફતમાં,ડિપોઝિટ કેટલી ? એ પણ જાણો
ગુજરાતમાં 26 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ધડાધડ ફોર્મ ઉપડ્યા એ પાછળ એક કારણ એ પણ છે કે ફોર્મ લેવા માટે કોઈ પૈસા નથી ભરવા પડતાં. એટલે કે કોઈ ફી નથી ભરવી પડતી, એ ચોક્કસ છે કે ફોર્મ લેનારે પોતાનું નામ નોંધાવવું પડે છે. પણ ઉમેદવાર જ્યારે ફોર્મ ભરે ત્યારે ચૂંટણી અધિકારી સમક્ષ ડિપોઝિટ ભર્યાની રસીદ ચોક્કસ રજૂ કરવી પડતી હોય છે. અનૂસુચિત જાતિ SC અને અનૂસુચિત જનજાતિ STવર્ગના ઉમેદવારો માટે રૂપિયા 12,500 લેખે ડિપોઝિટ લેવામાં આવે છે. આ બે વર્ગ સિવાયના ઉમેદવારો પાસેથી રૂપિયા 25 હજારની ડિપોઝિટ લેવામાં આવે છે.