ઇડરમાં 'વિસાવદર'વાળી થશે, તૈયારી શરૂ કરો: ધારાસભ્ય રમણલાલ વોરાએ લોકોને ભડકાવ્યા પછી લીધો યુ ટર્ન | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ઇડરમાં ‘વિસાવદર’વાળી થશે, તૈયારી શરૂ કરો: ધારાસભ્ય રમણલાલ વોરાએ લોકોને ભડકાવ્યા પછી લીધો યુ ટર્ન

ઇડરઃ અહીંના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ધારાસભ્ય રમણલાલ વોરાએ વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરો સહિત સ્થાનિકોના વિરોધ સામે જાદરના ભાજપના ગ્રુપમાં મેસેજ કર્યા હતા. જેમાં તેમણે ઇડરમાં વિસાવદરવાળી થશે, તૈયારી શરૂ કરો તેમ લખ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇડરમાંથી જાદરને તાલુકો બનાવવાની માંગ ઉઠી હતી.. જાદર સહિત આસપાસના ગામોના અગ્રણીઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું હતું

જાદર તાલુકાની રચના નહીં થતાં ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ જાદરના ભાજપાના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યા હતો. રમણલાલ વોરાએ કહ્યું કે, તમે તૈયારી શરૂ કરો, જાદર તાલુકો જાહેર નહીં થાય તો ઇડરમાં વિસાવદરવાળી કરવી પડશે. સરકારે કરવું હોત તો ત્રણ વર્ષમાં કરી દીધો હોત. ઇડરવાળા તાલુકો નહીં થવા દે, વિસાવદરવાળી કરવાનું છે તૈયારી ચાલુ કરો ભાઇઓ.

આ પણ વાંચો: વિસાવદરની જીત બાદ આપ જોરમાંઃ ભાજપના આ દિગ્ગજ નેતા જોડાય તેવા એંધાણ

ઉપરાંત રમણલાલ વોરાએ સંગઠન સાથે હોય તો આક્રમક રજૂઆત નથી કરતું કે કોઇ ઉપજતું નથી. આ સાથે જ રમણલાલ વોરાએ જાદર તાલુકા ભાજપના કાર્યકર્તાઓને રજૂઆત કરી હતી કે, બધા વડીલો અને યુવાન મિત્રોને નમ્ર વિનંતી છે કે હાલ આપણે બધાને એક જ મુદ્દો છે જાદર તાલુકાનો એમાં હાલ આપણા હક્કની વાત છે એટલે તાલુકા સિવાય વાત ના કરો બીજેપી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત ના કરો. મહેરબાની કરીને તાલુકો ના થાય પછી પક્ષની વાત આવે છે હાલ કોઇપણ પક્ષની વાત કરીને કોઇ જ પ્રકારનો ફાયદો નથી.

રમણલાલ વોરાએ આ મુદ્દે ખુલાસો આપતાં જણાવ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર્તા છું. મેં ક્યારેય ભાજપ અંગે કોઈ નકારાત્મક (નેગેટિવ) વાત કરી નથી. મારી પાસે બે મોબાઈલ છે. મારા નામે આ વિસાવદરવાળી કમેન્ટ કરવામાં આવી છે. આ મેં નથી કરી. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વાયરલ થયેલો નંબર તેમનો જ છે? ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે વાયરલ થયેલો નંબર મારો જ છે.

આ પણ વાંચો: વિસાવદર પેટાચૂંટણી બાદ જવાહર ચાવડા સક્રિય થતાં અનેક તર્કવિતર્ક

જોકે, પોતાના નંબર પરથી મેસેજ વાયરલ કેમ થયો અને આ કોમેન્ટ કોણે કરી, તે અંગે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ધારાસભ્યના નંબર પરથી વાયરલ થયેલી કોમેન્ટ અને તેમનો ખુલાસો હાલમાં સાબરકાંઠાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો

જાદર વિસ્તારના લોકો ઘણા વર્ષોથી ઇડર તાલુકામાંથી અલગ થઇને સ્વતંત્ર તાલુકો બનાવવાની માગ કરી રહ્યા છે.નવા તાલુકાઓની યાદીમાં જાદરને સ્થાન આપવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી વ્યાપી છે. આને લઈને આંદોલનો અને વિરોધ પ્રદર્શનો થયા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button