આપણું ગુજરાત

Dwarka નજીક નાગેશ્વરમાં 24 યાયાવર પક્ષીઓનો શિકાર, વનવિભાગ એકશનમાં

દ્વારકાઃ દ્વારકા(Dwarka)નજીક નાગેશ્વરમાં ભીમગજા તળાવની પાછળથી છકડા રિક્ષામાં શિકાર કરાયેલા 24 જેટલા કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા હતા. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં શિકારીઓ અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. દ્વારકા વન વિભાગનો સ્ટાફ શિયાળા દરમિયાન આવતા યાયાવર પક્ષીઓના રક્ષણની કામગીરી કરતો હોય છે.

પક્ષી પ્રેમીઓમા શોકની લાગણી ફેલાઈ

આ દરમિયાન ચરકલા, મુળવેલ નાગેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નાગેશ્વરના ભીમગજા તળાવની પાછળ અજાણ્યા લોકો દ્વારા વન્યજીવ ડોમેસાઇલ ક્રેન(કુંજ-કરકરા)નો શિકાર કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલીંગ સ્ટાફ પહોંચે તે પહેલા પકડાઇ જવાના ડરથી શિકારીઓ તેમના માલવાહક રિક્ષા રસ્તા પર છોડી અંઘારાનો લાભ લઈ ભાગી ગયા હતાં. યાયાવર પક્ષીઓ મૃત હાલતમાં મળતા પક્ષી પ્રેમીઓમા શોકની લાગણી ફેલાઈ છે.

અજાણ્યા લોકોને ઝડપવા કામગીરી હાથ ધરી

વન વિભાગે માલવાહક છકડા રિક્ષામાં તપાસ કરતા તેમાંથી ચોવીસ મૃત વન્યજીવ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા) ના મૃતદેહ મળી આવ્યા હતાં. ભાગી ગયેલા અજાણ્યા ઇસમો વિરુધ્ધ તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા છકડો રીક્ષાને કબ્જે કરી અજાણ્યા લોકોને ઝડપવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Also Read – Winter 2024: ગુજરાતમાં ઉત્તર ભારતની હિમવર્ષાની અસર, ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન11.8 ડિગ્રી નોંધાયું

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ભેજવાળી અને પાણીવાળી જમીન વિદેશી દેશોમાંથી આવતા પક્ષીઓ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત એટલે કે ઓક્ટોબરથી, પક્ષીઓ અહીં સાઇબિરીયા, યુરોપ અને ચીનથી આવે છે અને ફેબ્રુઆરીથી પાછા ફરવાનું શરૂ કરે છે. કુંજ-કરકરા પક્ષીને પકડવા, મારવા, જાળમાં ફસાવવા, અથવા તેવો પ્રયત્ન કરવો તેમજ તેના માંસનું વેચાણ કરવું કે ખરીદી કરવી એ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ- 1972 મુજબ ગુન્હો બને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button