અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad Rathyatra માં 101 ટ્રક, 30 અખાડા અને 18 ગજરાજએ આકર્ષણ જમાવ્યું, ભક્તોની ભારે ભીડ

અમદાવાદ : અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક ખમાસા પહોંચ્યા છે. જેમાં રથયાત્રાના શણગારેલા ગજરાજ, ટ્રક અને કરતબ દેખાડતા અખાડા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેના પગલે રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં જોડાયા

અમદાવાદમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોડાયા છે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા છે.. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિકથી પણ સંતો આવ્યા છે. ઉજ્જૈન, જગન્નાથ પુરીથી સાધુ સંતો આવ્યા છે.

ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતી કરી

આ અવસરે દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મંગળા આરતી કરી હતી. તેમની સાથે જગદીશ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ જોડાયા હતા. તો મંદિરના પ્રાંગણમાં ભક્તોએ પણ આરતીનો લ્હાવો લીધો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button