ઉફ્ફ -ઉફ્ફ ગરમી, હાય- હાય ગરમી, પ્રકોપથી બચવા બસ,આટલું જ કરો

ગુજરાતમાં અચાનક જ ગરમીનો પારો ઊંચકાયો છે.જો કે હવામાન વિભાગે આ આંગે પૂર્વાનુમાન પણ કરેલું હતું તે જ પ્રમાણે હિટ વેવથી નાગરિકો ત્રાહિ ત્રાહિ પોકારી ગયા છે. રાજયના હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરતાં ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવનું અનુમાન આપ્યું છે જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથનો સમાવેશ થાય છે. હજુ પણ બે-ત્રણ દિવસ આકરો બાણ તાપ પડશે,જેથી નાગરિકોએ સાવચેતીના પગલાં લેવા આવશ્યક છે.
ગરમીનો પ્રકોપ
અમદાવાદમા છેલ્લા 24 કલાકમાં તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યુ તો આજે ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનો પ્રકોપ વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે
ગરમીથી બચવા શું કરશો ?
બહારની ગરમી સાથે શરીરની ગરમીનું સંતુલન કરવું અતિ આવશ્યક છે. કારણ વગર ઘરની બહાર તડકામાં ફરવું સ્વાસ્થ્ય માટે સલામત નથી. જો તમે ઘરમાં કે ઓફિસ માં હો તો પણ તમને તરસ ન લાગી હોય છ્તા પૂરતું પાણી પીવા જોઈએ. અમદાવાદમા મહાનગર પાલિકા એ બહાર ફરતા નાગરિકો માટે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નું વિતરણ શરૂ કર્યું છે . નાગરિકોએ લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું ઉમેરી સમયાંતરે પીવા જોઈએ. ગરમીના પ્રકોપથી બચવા પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની જરૂર હોય છે . બહાર નીકળતા નાગરિકોએ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા હોય ત્યારે છત્રીઓ, ટોપી- ટુવાલ અને અન્ય આવરણનો ઉપયોગ કરવો આવશ્યક બને છે.