આપણું ગુજરાત

તહેવારોમાં ચેતજોઃ નકલી ખાદ્યપદાર્થો પર સરકાર તો તવાઈ ચલાવે છે પણ…

રાજ્યમાં ઠેર ઠેર નકલી ઘી, ચીઝ, બટર, પનીર, માવો જેવી વસ્તુઓ મળી આવે છે, જે અખાદ્ય હોય છે. આવા સેંકડો ટન ખાદ્યપદાર્શોનો નાશ કરવામાં આવે છે, તેમ છતાં સરકારી એજન્સીઓ બધે પહોંચતી નથી અને આ વસ્તુઓ લોકો સીધી કે આડકતરી રીતે વપરાશમાં લે છે. ઘણીવાર સસ્તું લાગતું કે લોભામણું લાગતું નકલી હોય છે.

જોકે સામાન્ય જનતાને પોતે જે ખાય છે તે અસલી છે કે નકલી તે સમજવુ ઘણું મુશ્કેલ છે. તેમ છતાં ખાસ કરીને તહેવારોમાં બહારનું ખાવાનું ખાતા પહેલા ચેતજો. તહેવારોમાં લોકો મોટા પ્રમાણમાં બહાર ખાતાપીતા હોવાથી વેચનારાઓ મન પડે તેવી વસ્તુઓ વાપરે છે. આ સાથે સસ્તા ફરસાણ કે મિષ્ટાન ઘરે લાવતા પહેલા પણ વિચાર કરજો. બીજી બાજુ ગુજરાત મહાનગરપાલિકા અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં ભેળસેળિયા ઘીના વપરાશ બાદ અમદાવાદમાં મનપાનું ફૂડ વિભાગ જાગ્યું છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલો અને દુકાનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગે ઓઢવ વિસ્તારમાંથી રૂ. 7.67 લાખનો કિંમતનો 1300 કિલો ઘીનો અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો હતો, જેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેર મનપાની ફૂડ વિભાગની ટીમે સોમવારે શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ વિસ્તારમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીમાંથી આશરે 1300 કિલો જેટલો ઘીનો એક્સપાયરી થયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો. એક્સપાયરી ડેટ વાળા ઘીના જથ્થાનો ડમ્પિંગ સાઈટ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય વિભાગે 25000નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. તેમજ 7907 કિલો ખાદ્યતેલના જથ્થાના 11 નમૂના લઈ તેને સિઝ કરાયો હતો. આ ઉપરાંત ઘી અને તેલની સાથે જ પનીર મખની, રેડ ગ્રેવીના પણ 14 નમૂનાઓ લઇને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.


જામનગરમાંથી શંકાસ્પદ ભેળસેળયુકત ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યુ હતું. ગોકુલનગરમાંથી શંકાસ્પદ અને ભેળસેળયુકત 35 કીલો ઘી ઝડપાતા ભારે ચકચાર મચી હતી. પોલીસે ઘીનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button