સુરતના લિંબાયતમાં ‘ઓનર કિલિંગ’, બે ભાઈએ ચપ્પાના ઘા ઝીંકી બહેનના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું
સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં એક મિત્રએ બીજા મિત્રની ચપ્પુના ઝીંકી હત્યા કરી છે. બહેન સાથે મિત્રનો પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે મિત્રએ મિત્રની હત્યા કરી દીધી હતી. રવિવારે મોડી રાત્રે સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નૂરાની મસ્જિદ નજીક બે ભાઈએ મળીને ઘરની સામે જ રહેતા એક યુવકની કરપીણ હત્યા કરી હતી. નૂરાની મસ્જિદ નજીક બનેલી આ ઘટના બાદ તાત્કાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્રમાં મામલે તપાસ શરૂ કરી હતી.
બહેન સાથે પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે બે ભાઈઓએ મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું, હુમલા સમયે મરનાર યુવક શેહબાઝ ખાન સાથે અન્ય યુવક પણ સાથે હતો. તેની ઉપર પણ ચપ્પુના ઘા ઝીંકી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત શેહબાઝ ખાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતકના લાશને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : થાઈલેન્ડ અને મલેશિયાને સીધી એક કનેક્ટિવિટી તો અમારો શું વાંક?: મસ્કતવાસીઓની વ્યથા
લિંબાયત પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લિંબાયતના નૂરાની મસ્જિદ પાસે આઝાદ ચોકમાં રહેતા શહેબાઝ અસ્લખાન કાજી તેમજ તેનો મિત્ર ફૈઝલ ગત મોડીરાત્રે નૂરાની મસ્જિદ પાસે જોધપુર સ્વીટ્સના ઓટલા પર બેઠા હતા, ત્યારે આરોપી બે ભાઈ- સમીર મર્દાનગી અને આમિન કાલુ તીક્ષ્ણ હથિયારો લઈને ત્યાં ધસી આવ્યા હતા. એમાં સમીરે પાછળથી શહેબાઝને પકડી રાખ્યો હતો જ્યારે આમીને શહેબાઝના પેટમાં ચપ્પુના ઘા માર્યા હતા. બનાવમાં શહેબાઝનો મિત્ર ફૈઝલ છોડાવવા માટે વચ્ચે પડતાં બંને ભાઈએ મિત્રને પણ પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.
આ પણ વાંચો : Dakorના મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને હાલ શોધખોળ હાથ ધરી છે.ખૂની ખેલ્યા બાદ બંને ભાઈ સ્થળ પરથી ભાગી ગયા હતા. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયેલા શહેબાઝ કાઝી અને તેના મિત્ર ફૈઝલને સારવાર માટે એપ્પલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સારવાર બાદ સવારે શહેનબાઝ ખાન કાઝીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે મિત્ર ફૈઝલને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.