અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાંથી હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ, આવી રીતે બનાવતા હતા ટાર્ગેટ…

અમદાવાદઃ અમદાવાદ રૂરલ પોલીસે (ahmedabad rural police) હનીટ્રેપમાં (honey trap)ફસાવીને તોડબાજી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને હનીટ્રેપમાં ફસાવીને નળસરોવર (nal sarovar) નજીક પોલીસ હોવાનું કહીને તેના પર ગુનો દાખલ કરવાની ધમકી આપીને ક્રેડિટ કાર્ડ (credit card) અને ડેબિટ કાર્ડથી (debit card) સાડા ચાર લાખની કિંમતના દાગીના અને 62 હજારની રકમ પડાવનાર ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની જૈફ વયે નિધન

શું છે મામલો

અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા અને એક ઈન્શ્યોરન્સ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષના વ્યક્તિએ થોડા મહિના પહેલા ફ્રેન્ડ બનાવવા માટેની એક મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તે જીયા પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ યુવતીએ તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા 22મી નવેમ્બરે તેની કાર લઇને ઉજાલા સર્કલ પાસે ગયો હતો. જ્યાંથી તે યુવતી સાથે રાજકોટ હાઇવે પર એક હોટલમાં જતો હતો. પરંતુ, યુવતીએ તેને નળ સરોવર તરફ કાર લેવાનું કહીને ચોક્કસ જગ્યાએ ઉભી રાખવાનું કહ્યું હતું. જેથી તેની વાતમાં આવીને તેણે કારને કારને ઉભી રાખી હતી. આ સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેણે પોલીસની ઓળખ આપીને મોબાઇલ ફોન અને પર્સ લઇ લીધું હતું.

આ દરમિયાન તેણે ફોન તેના સિનિયર અધિકારીને વાત કરવી છે. તેમ કહીને આપ્યો હતો. તેણે પોલીસ કેસ નહી કરવાના બદલામાં એક લાખની માંગણી કરી હતી. પરંતુ, યુવક પાસે ચાર ડેબીટ અને ક્રેડિટ કાર્ડ હતા. તે પડાવીને પીન નંબર જાણી લીધા હતા. જે લઇને અન્ય કોઇ વ્યક્તિ બંનેને બેસાડીને ગયો હતો. જે થોડીવારમાં પરત કરીને જતો રહ્યો હતો. બીજી તરફ જીયા પટેલે પણ ડરી ગયાનો ઢોંગ કર્યો હતો. જેથી તે યુવકને શંકા નહોતી ગઇ. બીજી તરફ પોલીસના નામે તોડ કરનારે સાણંદના એક જ્વેલરી શોપમાંથી સાડા ચાર લાખની કિંમતના દાગીના ખરીદી કર્યા હતા અને 62 હજાર રૂપિયા પણ લીધા હતા.

આ પણ વાંચો : Rajkot ને 13 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂ. 793.45 કરોડના વિકાસકામોની ભેટ આપશે

આ અંગે યુવકે નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા હતા. આ ટોળકીએ અગાઉ પણ કેટલા લોકોને નિશાન બનાવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button