આપણું ગુજરાતટોપ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ, જાણો શું છે શિડ્યૂલ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. જેમાં આજે વડનગરમાં જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરશે તથા પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ અને રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે.

અમિત શાહના આજના કાર્યક્રમો

ગૃહ પ્રધાન અમિત શાહના આજના કાર્યક્રમમાં સવારે 10 કલાકે મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા અને પ્રેઝન્ટેશન કરશે, સવારે 11:00 કલાકે પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું લોકાર્પણ તેમજ આંબાઘાટની મુલાકાત લેશે. તેમજ સવારે 11:45 કલાકે પ્રેરણા સ્કૂલ વડનગરનું લોકાર્પણ તેમજ વિકાસ કાર્યની સમીક્ષા કરશે. બપોરે 12 35 કલાકે રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે, બપોરે 12:45 કલાકે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે જાહેર સભાને સંબોધશે, બપોરે 2:15 કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન પૂજન કરશે, બપોરે ત્રણ કલાકે ગણપતિ યુનિવર્સિટીના 18માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે, સાંજે 05:15 કલાકે આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર ફાસ્ટ ટ્રેક ઇમિટેશન પ્રોગ્રામમાં અમદાવાદ પહોંચશે.

Also read: ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, આ યોજનાઓની ભેટ આપશે

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યપ્રધાન અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્યાર બાદ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનના 920 આવાસો માટે ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button