Holi 2025: ગુજરાતમાં દ્વારકા,ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણી, ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું…

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે હોળીનું(Holi 2025)પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યમા દ્વારકા અને ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ આ દિવસે ભગવાનના દર્શનનો અનેરો મહિમા છે. જેના પગલે મંદિરોમા પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
Also read : ઈશ્ર્વરના ન્યાયનું સત્ય
દ્વારકા મંદિરમા હોળીની ઉજવણી

જેમાં આજે યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ પર્વ પર ભક્તોની લાઇન લાગી છે. દ્વારકાધીશ મંદિરમાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરી અબીલ-ગુલાલ લગાવી રંગોત્સવ મનાવશે. ભગવાન કૃષ્ણના જય દ્વારકાધીશના નાદ સાથે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી છે.
ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર
જ્યારે બીજી તરફ યાત્રાધામ ડાકોર મંદિરમાં હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે ડાકોરના ઠાકોરના દ્વાર ખૂલતાં જ ભકતોએ દર્શન માટે દોટ લગાવી હતી. આ પૂર્વે લાખો ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત ડાકોરમાં ડાકોર પગપાળા દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ પણ મંદિરના દર્શન માટે પહોંચી રહ્યા છે. જેના પગલે ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. જેના પગળે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે.
Also read : વિષ્ણુ એટલે અખિલ બ્રહ્માંડના નિયંતા
કૃષ્ણ મંદિરોમા પણ હોળીની ઉજવણી
આ ઉપરાંત રાજ્યના અનેક કૃષ્ણ મંદિરોમા પણ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ અને ભાડજના ઇસ્કોન મંદિરમા પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તેમજ અનેક મંદિરોમાં મંગળા આરતી અને ભોગના દર્શન બાદ ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.