આપણું ગુજરાતટોપ ન્યૂઝ

હોળી ધુળેટીના દિવસે નદી-કેનાલમાં ડૂબવાના અલગ અલગ કિસ્સામાં ગુજરાતમાં 16 મોત

ગાંધીનાગર: ભારત સહિત દુનિયાના ખૂણે-ખૂણે વસતા ભારતીયોએ ધામધુમથી હોળી–ધૂળેટીની ઉજવણી કરી હતી (Holi 2024 accidents in Gujarat). ગુજરાતમાં પણ હોળી-ધૂળેટી મુખ્ય તહેવારોમાંનો એક છે અને લોકો તેને ભારે ઉત્સાહ સાથે ઉજવે છે. ગુજરાતમાં પણ હોળીના તહેવારને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે રાજ્યભરમાંથી અલગ અલગ એમ 16 દુ:ખદ ઘટનાઓના અહેવાલ બહાર આવ્યા છે. આ અલગ-અલગ બનાવોમાં 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજ્યના કાલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા અલગ અલગ બનાવોમાં 4 લોકોના મોત થયા હતા જ્યારે 5 લોકો ગુમ થયા હતા.જ્યારે અમદાવાદનાં નારણપુરાના હરિઓમ નાગરના એક પરિવારના 5 લોકો નર્મદની ધોળકા સબ કેનાલમાં ડૂબી ગયા હતા.

જ્યારે અન્ય એક બનાવમાં ડૂબતાં વ્યક્તિને બચાવવા જતાં પાંચ લોકો પાણીમાં ડૂબ્યા હતા જેમાં ડૂબતો વ્યક્તિ ધનંજયસિંહનું મોત થયું હતું અને બચાવનારા પાણીમાં ગુમ થયા હતા. અન્ય એક ઘટનાની વાત કરીએ તો ભાટ પાસેની સાબરમતીમાં અમદાવાદનાં સાત મિત્રોનો પાણીમાં ગરકાવ થયો હતો. જેમાં ચાંદખેડાના હાર્દિક ચૌધરી, ઘી કાંટાના હરેશ ચૌધરીનું પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયું હતું. જ્યારે માણસાના અંબોડ ગામે સાબરમતી નદીમાં બે સગીર મિત્રો ડૂબ્યા હતા.

હોળીની મજા માણીને ચેકડેમમાં ન્હાવા પડેલા ભાવનગરના ત્રણ મિત્રો ડૂબ્યા હતા. તો ખેડાના વડતાલમાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે બનાસકાંઠામાં બાબારામ નદીમાં બે, આણંદના સામરખા પાસેની કેનાલમાં એક, મહીસાગરના કબીરપૂર તળાવમાં એક, અને કલોક નર્મદા કેનાલ પાસે 4 વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker