અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. મુલાકાતના બીજા દિવસે અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય પ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રએ આરોગ્યધામ નિરીક્ષણ પણ કર્યું હતું. 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અડાલજ ખાતે રૂ. 50 કરોડના ખર્ચે નિર્માણ:
ગાંધીનગરના અડાલજ ખાતે રૂ. 50 કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલ હીરામણી આરોગ્યધામનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય ક્ષેત્રે આજે સ્વર્ણિમ સૂર્યોદય થયો છે.
ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ઉદ્ધાટન:
લોકો માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી અને આવકારદાયક બાબત કરી શકાય તેવી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ જન સહાયક ટ્રસ્ટ દ્વારા રૂ. 50 કરોડના ખર્ચે અડાલજ ગાંધીનગર ખાતે હીરામણી આરોગ્યધામ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું
હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય: શાહ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય થયું છે. નરહરી અમીને રાજનીતિના ઉતાર ચઢાવ જોયા, નરહરી અમીન રાજનીતિમાં હંમેશા સ્થિર રહ્યા. હીરામણી આરોગ્ય ધામમાં તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે છે. 75 હજાર મેડિકલ બેઠકો વધશે. ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે.
Also Read –