રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના, અર્ટીગા કારે ટક્કર મારતા વૃદ્ધાનું મોત
રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં મહારષ્ટ્રમાં બનેલા હીટ એન્ડ રન કેસની ચર્ચાઓ વચ્ચે ગઈ કાલે રાત્રે રાજકોટમાં ફરી એક હીટ એન રન(Rajkot hit and run)ની ઘટના બની હતી. એક અર્ટીગા કારે ટક્કર મારતા, એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. વૃદ્ધાને હડફેટે લઈને વાહન ચાલક ફરાર થઇ ગયો છે, હાલ ફરાર વાહન ચાલકને પકડવા પોલીસ તપાસ કરી રહી છે.
અહેવાલ મુજબ હીટ એન્ડ રનની આ ઘટના રાજકોટના કાલાવડ રોડ બની હતી. વાહન ચાલકે વૃદ્ધાને કણકોટ થી પ્રેમમંદિર ૪ કિલોમીટર સુધી ગાડી નીચે ધાસડ્યા હતા. આ ભયંકર બનાવમાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું.
સુત્રોના જણાવ્યા મુજબ મૃતક વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હતા કામ કરતા હતા, તેનો એક દીકરો છે જે માનસિક રીતે અસ્થિર છે.
પોલીસે તપાસ શરુ કરી છે શરૂ કરી છે, પોલીસે BNS કલમ281,106(1) હેઠળ ગુન્હો નોંધ્યો છે, જરૂર જણાશે તો BNS કલમ 105 નો ઉમેરો કરાશે.
સુત્રોના જણાવ્યા મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે વૃદ્ધાને ટક્કર મારનાર GJ 03 NK 2095 વ્હાઈટ અર્ટીગા કારના માલિકનું નામ સતીષ છે, તેમણે તેના બનેવી જયેશ દવેરાને કાર ચલાવવા આપી હતી. જે હાલ ફરાર છે.
પોલીસે વધુ સીસીટીવી ફૂટેજ કબ્જે કરી રહી છે, આરોપી પકડવા પોલીસે જુદી જુદી ટિમોને કામે લગાડી છે.