Hit and run : અમદાવાદમાં સાંજે ચાલવા નીકળેલા પરિવારને કારચાલકે ઉડાવ્યા

અમદાવાદ : અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી. જ્યાં એક કાર ચાલક આકરી ગરમી બાદ સાંજે ચાલવા નીકળેલા પરિવારના ત્રણ સભ્યોને કચડીને નાસી ગયો હતો. જો કે લોકોએ તેનો પીછો કર્યો હતો પણ પુરપાટ ઝડપે કાર હંકારીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આખીએ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના અમદાવાદના નિકોલના ગુરુકુલ સર્કલ પાસે બની હતી. અહી એક પરિવાર રાતરીના સમયે ચલાવ નીકળ્યો હતો. પરિવારના ત્રણ સભ્યો રસ્તાની ડાબી બાજુ ઊભા રહી વાતો કરી રહ્યા હતા. જોકે આ જ સમયે અચાનક એક કાર ચાલકે તેમણે કચડી નાખ્યા હતા. જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે ત્રણે લોકોને અડફેટે લઈને કાર ચાલક કારણે પુરપાટ ઝડપે હંકારીને ભાગી છૂટયો હતો.
કારની ટક્કર વાગતા જ પરિવારના સભ્યો ઉછળીને આગળ પડ્યા હતા. ઘટનાસ્થળ પર હાજર લપકો આ દ્રશ્ય જોયા બાદ તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા. અમુક લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. કારચાલકે આગળ વધી ગાડીની ઝડપને ઘટાડી હતી પરંતુ પછીથી કાર ભગાડી દીધી હતી. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.