આપણું ગુજરાત

રાજકોટમાં હિટ એન્ડ રન, ટ્રકચાલકે અડફેટે લેતા યુવતીનું મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર એક યુવતી તેની મિત્ર સાથે ટુવ્હીલર પર જઇ રહી હતી તે દરમિયાન ટ્રકચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવતી પણ ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની કરુણતા એ છે કે અકસ્માત થયાના 3 કલાક સુધી યુવતીનો મૃતદેહ રઝળતી અવસ્થામાં રસ્તા પર જ પડ્યો રહ્યો હતો.

ઘટના અંગે મૃતકના પરિવારજનોએ તંત્ર અને ટ્રકચાલક પર રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે ટ્રક ચાલકની બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી છે. આ અકસ્માત કરીને ટ્રક ચાલક તો ભાગી ગયો પણ આને કારણે અમારી દીકરીએ જીવ ગુમાવ્યો છે. યુવતીને હોસ્પિટલ ખસેડવાની વાતમાં 108 પર પણ બેદરકારીનો આક્ષેપ લાગ્યો હતો, યુવતીના પરિવારજનોનું કહેવું છે કે મૃતદેહને હોસ્પિટલ લઇ જવા બાબતે તેમણે ફોનમાં જવાબ આપ્યો હતો કે અમારી શિફ્ટ પૂરી થઇ, હવે જે આવશે તે લઇ જશે.

મૃતક યુવતી 22 વર્ષની હેત્વી, એમબીએના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. તે 150 ફૂટ રિંગ રોડ પર તેની મિત્ર સાથે ટુ વ્હીલર પર કોલેજમાં જઇ રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ટ્રકે તેને કચડી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button