રાજકોટને સાફ સુથરું રાખવા સફાઈ કામદારોની ભરતી કરો: વશરામ સાગઠીયા
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ગંદકી ની ફરિયાદ ખૂબ આવે છે જેને કારણે રોગચાળો પણ ફેલાય છે. અવારનવાર લતાવાસીઓ કે વિપક્ષ ફરિયાદ કરે ત્યારે એક જ વાત સામે આવે છે કે સફાઈ કામદારોની સંખ્યા ઓછી છે. આ વાત અધિકારીઓ તથા પદાધિકારીઓને સંપૂર્ણપણે ખબર હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. આજરોજ વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયા એ શહેર પ્રમુખ અતુલ રાજાણી તથા અન્ય કોંગ્રેસ અગ્રણીઓ સાથે કમિશનરને સફાઈ કામદારની ભરતી મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વિપક્ષે આક્ષેપો પણ કર્યા હતા,
શાસક પક્ષ દ્વારા ફરી ભરતી કૌભાંડ થઈ રહ્યું છે.
છેલ્લા 25 વર્ષથી સફાઈ કામદારોનું એક જ સેટઅપ છે
નવા અનેક વિસ્તારો રાજકોટમાં ભળ્યા છે તેમ છતાં સફાઈ કામદારોનું 4900 નું જ સેટઅપ છે.
અંદાજે 10000થી વધુ સફાઈ કામદારોની ભરતી થવી જોઈએ.
ભરતી અંગેનો ઠરાવ રદ કરવામાં આવે અને નવું સેટઅપ કરી નવા સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે.
આ પણ વાંચો : રાજકોટમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે રાજસ્થાનથી ત્રણને ઝડપ્યા…
કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે.
કાયમી સફાઈ કામદારોની ભરતી થાય તો જવાબદારી પણ ફિક્સ કરી શકાય.
આ ઉપરાંત શહેર કોંગ્રેસ સમિતિએ કોર્પોરેશનમાં વિપક્ષના કોર્પોરેટરોને બેસવા માટે ઓફિસ ની જગ્યા આપવી તેવી પણ માગણી કરી છે.
લોકોના પ્રશ્નોને વાંચ્યા આપવા માટે જ્યારે મનપા કચેરીએ આવે તો કોંગ્રેસના કોર્પોરેટરો તેને સાંભળી અને યોગ્ય કરી શકે તે માટે અગાઉ વિરોધ પક્ષની ઓફિસ ફાળવવામાં આવેલી તે ફરી ફાળવવામાં આવે તેવી પણ માગણી મૂકવામાં આવી છે.