આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ચાંદીપુરા વાયરસનો કહેરઃ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ એક મોટો પડકાર બની ગયો છે અને અત્યાર સુધી 15 બાળકના મોત થયા છે, જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અહીં આવ્યા હોય અને મોત થયા હોય તેવા ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ દોડતું તો થયું છે, પરંતુ સ્થિતિ વણસતી જાય છે ત્યારે આજે રાજ્યમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળવાની છે. આ સાથે તેમાં આરોગ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.


તમામ અધિકારીઓ વીડિયો કૉન્ફરન્સથી જોડાશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોના આરોગ્ય અધિકારીઓને વીડિયો કોંફરસન્સથી જોડાશે અને ચાંદીપુરા વાઇરસ અંગે તકેદારી રાખવાના પગલા વિશે ચર્ચા કરવામાં આવેશે. આ સાથે રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. કેટલાક દિવસથી ચાંદીપુરા વાઇરસે ભારે કહેર વર્તાવ્યો છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

| Also Read: Gujarat માં ફેલાતો Chandipura Virusનો કહેર, ચાર જિલ્લામાં 09 કેસ નોંધાયા, 6 બાળકોના મોત

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 26 ચાંદીપુરાના કેસો નોંધાયા છે જેના પૈકી 15 મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો છે. જેથી અત્યારે વધતા ચાંદીપુરા વાયરસને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આ વાયરસને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે. ખાસ તો આ વાયરસ સામે કેવા પગલા લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button