આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Sabarmati નદીમાં પ્રદૂષણને લઇને હાઇકોર્ટે એએમસીને ફટકાર લગાવી, કહી આ વાત

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરની સાબરમતી(Sabarmati)નદીમાં પ્રદૂષણને ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિકારીઓની આકરી ઝાટકણી કાઢી છે. તેમજ કહ્યું છે પોતાનું જ ઘર નથી સાચવી શકતી એ કમનસીબ બાબત છે. આ અંગેની જાહેરહિતની અરજીની સુનાવણી હાથ આવી હતી. દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓનો ટકોર કરી હતી.

કોર્ટે સત્તાધિકારીઓને ટકોર કરી હતી

આ કેસમાં કોર્ટ સહાયક હેમાંગ શાહ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના સોગંદનામાંનો આધાર લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, એકબાજુ, સાબરમતી નદીને શુધ્ધ કરવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે અને અદાલત પણ આ સમગ્ર મામલે ગંભીર છે પરંતુ કમનસીબ બાબત એ છે કે, ખુદ શહેર મનપા પોતે જ ડોમેસ્ટીક સુએઝ તેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફ્તે ટ્રીટ કર્યા વિના પાણી સીધેસીધુ સાબરમતી નદીમાં ઠાલવી રહ્યું છે. આ પ્રકારે સાબરમતી નદીનું શુધ્ધિકરણ શકય નહી હોવાની સાફ્ વાત કોર્ટ સહાયકે રજૂ કરી હતી. જે વાતને હાઇકોર્ટે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને કોર્ટે સત્તાધિકારીઓને ટકોર કરી હતી.

આ પણ વાંચો…
Sabarmati Ashram: PM Modiએ સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

કોર્પોરેશનના કમિશ્નરનો એપ્રોચ યોગ્ય નથી

હાઇકોર્ટે નોંધ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નરનો એપ્રોચ યોગ્ય નથી. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે એએમસીને વારંવાર સમય આપવા છતાં કામ થયુ નથી તે વાસ્તવિકતા છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે, અમ્યુકો અદાલતના નિર્દેશોની અવગણના અને અવહેલના કરી રહ્યુ છે. તમારે જે કામ કરવાનું હતુ તે તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કર્યું નથી અને જયારે અદાલત ફ્ટકાર લગાવે છે ત્યારે તમે કામ કરવા તૈયાર થાઓ છો અને પછી કોર્ટ સમક્ષ નિવેદન કરો છો કે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કેસની સુનાવણી દરમિયાન શહેર મનપા બચાવ કર્યો હતો કે, અમે સફાઇને લઇ ટેન્ડર બહાર પાડયા છે. 7મી જૂને અને કોર્પોરેશને સોંગદનામું 8મી જૂને દાખલ કર્યું છે. અમે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ના ઠલવાય તે માટે વિવિધ એકમો, ફેકટરીઓ અને યુનિટ્સના ઇન્સ્પેકશન અને ધ્યાન રાખવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને જરૂરી પગલાં લેવાઇ રહ્યા છે, તેથી કોર્ટ સહાયક હેમાંગ શાહે અદાલતનું ધ્યાન દોરાયું કે, ટાસ્ક ફોર્સની રચના 1લી જૂનના રોજ કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત