આપણું ગુજરાત

કેશોદમાં ચાર વૃક્ષો કપાયા ને 80 બગલા મોતને ભેટ્યા

જૂનાગઢના કેશોદમાં ચાર મહાકાય વૃક્ષો કાપી નાખતા 80થી વધુ બગલાના મોત નિપજ્યા હતાં. આ ઘટનાથી જાણ થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

જૂનાગઢના કેશોદમાં આવેલા રણછોડનગરના રહીશોએ પીપળા સહિતના ચાર મહાકાય વૃક્ષો કાપી નાખતા આ વૃક્ષો પર માળાઓ બાંધીને રહેતા 80થી વધુ બગલાનાં મોત થયા છે. રણછોડનગરના રહીશોએ આ ચાર વૃક્ષો કાપ્યાનું કારણ આપતા જણાવ્યુ હતુ કે આ ચાર વૃક્ષો પર અસંખ્ય બગલાઓએ માળા બાંધ્યા હતા જેના કારણે તેમના ઘરો પર અને વૃક્ષો આસપાસ ખુબ ગંદકી થતી હતી.


બગલા બહારથી ખોરાક તરીકે માછલાં લાવતા હતા, મકાનો-ફળિયા-રોડ પર ગંદકી કરતા હતા જેના કારણે બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. દુર્ગંધ પણ આવતી હતી. જોકે આ માટે તેમણે જરૂરી પરવાનગી લીધી હતી કે નહીં તે અંગે વાતચીત થઈ નથી. આ સાથે મહાનગરપાલિકાના સૂત્રો સાથે પણ વાતચીત થઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button