ભુજના આશાપુરા મંદિરે હર્બલ સફાઈ શ્રમયજ્ઞ
સોની સમાજ છેલ્લાં ૧૫૦ વર્ષથી આ સેવા કરે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છની નવરાત્રીના મુખ્ય આકર્ષણ સમા ભુજના આશાપુરા મંદિર ખાતે આજે નવરાત્રી પૂર્વેના અંતિમ રવિવારે હર્બલ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
મંદિરના પૂજારી જનાર્દન દવેના જણાવ્યા પ્રમાણે દર વર્ષે સમગ્ર મંદિર પરિસરની તેમજ મંદિરમાં બિરાજમાન મા આશાપુરાની મૂર્તિ, દાગીના, માના આસન એવા મયૂરાસન, ચાંદીના કમાડ, ઘંટ, અન્ય પૂજાપાની સામગ્રી, પ્રસાદના થાળ સહિતની પવિત્ર પૂજાપાની વસ્તુઓની હર્બલ સફાઈ કરવામાં આવે છે. આ હર્બલ સફાઈમાં ફિનાઈલ, અન્ય જંતુનાશક દવાઓ કે એસિડ જેવી જણસોનો ઉપયોગ કરવાને બદલે આ સફાઈ કાર્ય પલાળેલા અરીઠાના પાણી, લીમડો-તુલસી અને લીંબુ જેવા પ્રાકૃતિક દ્રવ્યોની મદદથી આ સફાઈ કાર્ય સંપન્ન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભુજના સોની સમાજ દ્વારા છેલ્લાં ૧૫૦ વર્ષોથી આ કાર્ય હાથ ધરાય છે.
સોની સમાજના અગ્રણીના જણાવ્યા પ્રમાણે આ પવિત્ર કાર્ય માટે સોની યુવકોની એક ખાસ ટુકડી બનાવાય છે જે સમગ્ર પરિસરની નવરાત્રી પૂર્વેના અંતિમ રવિવારે પ્રણાલીગત સફાઈ કરે છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રીના પર્વના પ્રારંભ થવાની આડે હવે જયારે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ ભુજના આશાપુરા મંદિરનો સમગ્ર વિસ્તાર ધમધમી ઉઠ્યો છે.
મંદિરની બહાર પૂજાપા તેમજ પ્રસાદની મીઠાઈ વહેંચતા દુકાનદારોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. અહીં આવી દુકાન ધરાવતા બટુક મહારાજના જણાવ્યા પ્રમાણે ભુજના પદયાત્રીઓ જયારે માતાના મઢ જવા પ્રસ્થાન કરે છે તે પહેલા તેઓ આ મંદિરે અચૂક દર્શન કરે છે. અત્યારથી જ માતાજીની ચૂંદડી, માતાજીની મૂર્તિ-છબી, માતાજીને પ્રિય એવા આશાપુરી ધૂપ જેવી પૂજાપાની ચીજ-વસ્તુઓના વહેંચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં આશાપુરી ધૂપની મહેક પ્રસરી છે અને વાતાવરણ અલૌકિક બની જવા પામ્યું છે. ઉ